________________
ર૬૯ વિશુદ્ધ હાય, એટલે કે સર્વ પ્રત્યક્ષ નિહાળી વાસ્તવિક ધર્મ તરીકે પ્રરૂપ્યો હોય તથા કષ, છેદ અને તાપની પરીક્ષામાં પાસ (પસાર) થયેલા શાત્રે કહેલો હોય, એટલે કે સ્વાદુવાદથી વિભૂષિત
જીવાજવાદિ તત્વને પ્રકાશક અને મોક્ષમાર્ગની સાધનાથે શ્રેષ્ઠ નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ હોય. તે જ એકાંત નિર્મલ કહેવાય. હિંસા, જૂઠ વગેરેની અવિરતિને અને અઢારે પાપક સ્થાનકનો સર્વશ ત્યાગ તે શ્રેષ્ઠ નિવૃત્તિ; અને જ્ઞાનાચારાદિ–પાલન તે શ્રેષ્ઠ પ્રવૃત્તિ. વળી જે ધર્મ તીર્થંકરદેવ અને ચક્રવર્તિ–સરખા મહાપુરૂષોએ સેવેલે હાય મૈત્રી–કરૂણાદિકથી વાસિત હોવાથી સ્વપર સર્વને હિત, આનંદ, નિવૃત્તિ અને શાતિ અપાવે તે હોય; એ ધર્મને અતિચાર રહિત, અર્થાત્ જિનાજ્ઞાનુસાર વિશુદ્ધ પળાય, તે જે પરમ આનંદ (મોક્ષ) દેનારા હોય; એ ધર્મ એ એનું ઔષધ છે.
આવું ધર્મ–ઔષધ સેવ્યા પછી વિષય-વિકારોની શી મજાલ. છે કે એ ઊભા રહી શકે? તે મૃત્યુની પણ શી તાકાત છે કે એ જીવને વારેવારે આકમ્યા કરે? જ્યાં ધર્મ–ઔષધથી સર્વ કર્મક્ષય અને શાશ્વત મેલ થયો, પછી જન્મ જ નહિ, તે મૃત્યુ શું ? પછી તે અજ–અવિનાશીપણું, અજર-અમરતા.
૦ ધર્મગ્રંપ બાળ રાજા પૂર્વ ભવે ભારે રેગથી ત્રાસેલે એક ભિખારી; તે મુનિ મળતાં કરગરે છે, “મને કઈ ઔષધ બતાવે.” મુનિ કહે છે, “ઔષધ તારી પાસે છે. આ જે તે અને બહુ ખાઈ ખાઈને રોગ થયા છે તે બંધ કર, એ જ ઔષધ ” એટલે ત્યાં નિયમ કર્યો કે “રેજ એક જ ધાન્ય, એક જ શાક, અને એક જ વિગઈ (દૂધ-દહીં–ઘી-તેલ-ગોળ–તળેલું, એ છવિગઈમાથી એક જો, ખાવી બાકી ત્યાગ. આ ત્યાગરૂપી ઔષધે શરીરના રોગ તો.