________________
૨૫૦ પ્ર–ભાવમંગળ તો શુભ અધ્યવસાયને કહેવાય છે, ત્યારે અહીં તે અહિંસા, સત્યાદિ, ઉત્તમ આચાર વગેરેનાં સવિધિ પ્રવર્તનને ભાવમંગળ કહ્યું એ શી રીતે ?
ઉ –સાધુધર્મની પરિભાવનારૂપે જે સવિધિ પ્રવર્તન કરી ઉત્તમ એગ્ય આચાર આચરાય છે, એ નિષ્પન્ન થતાં, સિદ્ધ, થતાં, અશુભ ભાવના કર્મોને રક્ષપશમ (આશિક નાશ) થાય છે અને આત્મા શુભ ભાવ અર્થાત્ શુભ અધ્યવસાયના સુંદર પરિણામવાળે બને છે. આમ શુભ પરિણામરૂપ ભાવમંગળનાં અસાધારણ કારણભૂત છે વિધિપૂર્વકનાં ધર્મપ્રવર્તન; એ પણ. ભાવમંગળ કહી શકાય, દૂધ અને ઘીમાં ઘણું અંતર છે. છતાં દૂધ પર મેળવણ, દહીં, માખણ, તાવણની પ્રક્રિયા થતાં એ જ ઘી બને છે. એવી રીતે વિધિપૂર્વક અને જિનવચનને તથા વ્રતને અબાધક આચારો સાથે વ્રતોનું પાલન થાય એ શુભ ભાવમાં પરિણમે છે, અર્થાત્ ભાવમંગળ બને છે.
ધ્યાનમાં રહે. અહિં વિધિ પર ખાસ ભાર મૂક્યો. કેમકે ત્રતા લે, પાળે, તપ-જપ કરે, પરંતુ પૂર્વે કહેલા આગમ-ગ્રહણ, અધર્મમિત્ર–ત્યાગ, ધર્મમિત્રો પાસના, લોકવિરુદ્ધનો ત્યાગ, શુદ્ધ, મન-વચન-કાયાની ક્રિયા, પરિવારને અસંતાપ અને ગુણકાર્તિા, દયા અને નિર્ભયતા વગેરે વિધિ જે ન સાચવે, તો શુભ અધ્યવસાય પામવા દુર્લભ છે, જેમ, તપ ઘણે જ કરે, પરંતુ તપના પારણે આહારને ઘણું સ્વાદવૃત્તિથી ખાય, તેમાં તન્મય બને, તેમજ ઘણું જ ખાય, તો તેને તપનો ખરો સ્વાદ કયાથી આવી શકે ? તપ કરતી વખતે પેલી ખાવાની અને સ્વાદની વાસનાને યાદ લાવ્યા કરે. ત્યા તપની સુવાસ એ નહિ પામે. કેમકે તપ
*