________________
૨૪૭
ગુરુ ઉત્તમ,’એ પછી આ પશુ ધ્યાન રહ્યા કરે કે વ્રતનિયમ-આચારામાં મારે કેાઈ વિરાધના-સ્ખલના તેા નથી થઇ ને ? અગર થવાની શરૂઆત તે નથી ને?’
આત્મામાં વ્રતે પાળવાની જેને દૃઢતા છે, અને જે શ્રેષ્ઠ ભાવનાઓમા રમવા સાથે તેાને ઘણી જ સાવધાનીપૂર્વક પાળવાની કાળજી રાખે છે, તથા સફેદ કપડા ઉપર ડાઘ ન લાગવા દેવાની જેમ વ્રતને દૂષણુ ન લાગે તે પ્રમાણે શાત્રે ફરમાવેલી વિધિથી ચેાગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદાએ સાચવીને તેાને જે આચરનારા હાય છે, તે કહી શકે કે મને વિરાધના લાગતી નથી. છતા ય તે ન ભૂલે કે કેાઈ કાળે જે જરા પણ રાગદ્વેષનુ' જોર થતા ધભાવનાની શિથિલતા કે પ્રમાદ આવશે તે આખા ય ધર્મ સ્થાનને! પ્રાસાદ ડગમગશે અને કદાચ નાશ પણ પામશે. માટે જ તે અસદ્ન ચાને પતન કરાવનારા આલ બનથી દૂર રહીને વિરાધનાદિથી બચી ત્રાને પાળે.
.
સાથે આ વિચારે કે− અહે!! જગતમાં સમકિત, વિરતિ વગેરે ધર્મસ્થાન સિવાય શુ સાર છે એ જ પેાતાની ચીજ છે, કેમકે ભવાતરમા મૂડી–સ પત્તિ તરીકે એ જ સાથે આવે છે. એ જ સુદર પરિણામ લાવનારુ હાવાથી જીવને કલ્યાણુરૂપ છે. બાકી ધન-ધાન્ય, સંપત્તિનેા ઢેર, ઇદ્રિચેના વિષયે, વહાલું કુટુંબ, મિત્ર-પરિવાર, માનપાન, સત્તા, સામ્રાજ્ય કે વૈભવ વિલાસે। એ મધું જ અસાર છે, તે ફજુલ છે, દગાખાર છે, અને વિશેષે કરીને અવિધિ-અન્યાયથી મેળવેલું–ભાગવેલું એ પરિણામે વિપાકમાં કારમાં કર્યુ દુ:ખદ ફળને આપનારું છે.