________________
અત્યંત અશુભ અનુબંધ-(બીજ-શક્તિથી)થી યુક્ત છે.
વિવેચન –લેકવિરુદ્ધ પ્રવૃત્તિ સામા જીવમાં ચિત્ત-સંકુલેશ અને ધર્મ તરફ ગ્લાની-દુર્ભાવ કરતી હોવાથી, એવા એ અનેક જીને ભવાંતર માટે પણ બોધિ યાને ધર્મ પામવાનું બીજ જ દૂર કરી મૂકે છે, તેમ એ પિતાને પણ બધિ જે દુર્લભ બનાવે છે, એ બંનેની ભયંકરતા વિચારીએ તો લાગે કે લોકવિરૂદ્ધ પ્રવૃત્તિ એ મહાઅનર્થરૂપ છે, સંસારરૂપી અરણ્યમાં એક અંધાપે છે.” તેથી એવા ઘેર પાપકાર્યમાં ન ફસી જવાય માટે આ પ્રમાણે ચિંતવવું કે
લોકવિરુદ્ધ-ત્યાગ માટે વિચારણું – - લોકવિરુદ્ધ એ ઉગ્ર અનર્થ –“ખરેખર ! લોકવિરુદ્ધ કાર્યથી વધીને જગતમાં બીજો કોઈ અર્થ નથી. કેમકે એનાથી અનેક લોકોને ધર્મ પ્રત્યે અભાવ-અરુચિ થાય, એથી એ ભવાતરે પણ ધર્મપ્રાપ્તિ ન કરી શકે. “ધર્મપ્રાપ્તિનું બીજ ધર્મ પ્રત્યે આદર છે, આકર્ષણભાવ છે. એ ઊભો હોય તો સદ્ગુરુને સંગ વગેરે નિમિત્ત મળતાં ધર્મનું ઊંચું કલ્યાણુ–સ્વરૂપ જાણીને ધર્મને સ્વીકારવા ઉત્સાહિત થાય પણ મૂળમાં જે એ આકર્ષણ જ ગુમાવી નાખ્યું, ને ઉલટું વિધિભાવ હૃદયસ્થ થયે, તો પછી ધર્મ સંભળાવનાર મળે તો ય વિધિભાવના કુસંસ્કારને લીધે એ ધર્મ સ્વીકાર શાને કરશે ? એટલે આ રીતે લોકવિરુદ્ધ કાર્યના સેવનથી ભવાતરે પણ ધર્મપ્રાપ્તિને અગ્ય બની જવાય! એથી અધર્મમાં જ ખેંચ્યા રહેવાનું થાય! તેથી તો બિચારો ચોરાશી લાખ એનિના ચક્રમાં ઘૂમતો જ રહે! કવિરુદ્ધ-સેવન