________________
૧૦૦
(૫) જિનાજ્ઞા એ મંત્ર, જળ, શાસ્ત્ર, કેપવૃક્ષ,
सूत्र-आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलस्स, कम्मवाहितिगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स।
અર્થ –એનું કારણ, આજ્ઞા મેહવિષનાશક પરમ મંત્ર છે, દ્વેષાદિઆગ બુઝવનાર પાણી છે, કમરેગની ચિકિત્સા છે, મેક્ષફળ દેનાર કલ્પવૃક્ષ છે.
વિવેચન :- પ્રવે-જિનની આજ્ઞાનું એટલું બધું માહાભ્ય શું કે એનાં આવાં શ્રવણ, અધ્યયન, ચિંતન અને પરાધીનતા વિના ન ચાલે?
ઉ૦-હૃદયે આ ખૂબ જ ઠસાવવા જેવું છે કે,
(૧) આજ્ઞા એ તો મેહવિષને ઉતારનારે પરમ મંત્ર છે. મેહમાં, રાગમાં, દ્વેષમાં અને હાસ્યાદિ તથા કામદયમાં (૧) વર્તમાન આત્માને વિકૃત અને જુગુપ્સનીય અવસ્થા છે; (૨) આગામી કટુ કર્મવિપાકે અને કુસંસ્કારની દઢતા છે, (૩) સ્વપરના આત્મહિતને સાધવાના મળેલા અમૂલ્ય અવસરની બરબાદી છે; ઉપરાંત (૪) સ્વપરના આત્મહિતનો જોરદાર ઘાત અને ભારે અહિતનું ઉપાર્જન છે. મેહ–સેવામાં આવાં આવાં ભયંકર નુકશાન રહેલાં છે, તે બધું આજ્ઞા (સર્વજ્ઞના આગમ–વચન)થી જાણવા છેડવા મળે છે. માટે આજ્ઞા એ મેહવિષને નાબૂદ કરનાર શ્રેષ્ઠ મંત્ર છે.
સર્વજ્ઞ સિવાય બીજાનું શું ગજું કે એ જાણી શકે કે (૧) મોહની સૂક્ષ્મ અને વિવિધ લાગણીઓ અંતરાત્મામાં કેવી કેવી કામ કરી રહી હોય છે? (૨) એથી કેવા કેવા કર્મ–વિસ્તારના