________________
૧૮૭ (૪) વ્રત પાલન અને આગામ-ગ્રહણ–ભાન–પાતંત્ર્ય
વિવેચન : (૧) આ રીતે ધર્મગુણોને સ્વીકાર કરીને એનું પાલન કરવામાં બરાબર પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ રત્નકરંડિયે કે મહામંત્રાદિ મળ્યા પછી એનું રક્ષણ ભારે ચીવટ અને તકલીફ વેઠીને પણ કરાય છે, તેમ અનંતકાલે પ્રાપ્ત થયેલા આ અપૂર્વ રત્નકરંડક–તુલ્ય ધર્મગુણેને સાચવવા હવે કહેવાતી વિધિ મુજબ પ્રર્વતવું જોઈએ. અહીં એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે (1) આમાં કદાચ કઠિણાઈને અનુભવ થાય, તે પણ અતિ ટૂંકા એક ભવમાં વેઠેલી એ કઠિણાઈ આગામી અનંતકાળ ઉપર સત્ નિર્મળ ચિતન્યને પ્રકાશ પાથરશે. તેમજ (ii) જ્યારે આપણું પિતાના આત્માનું સાચું ઝવેરાત પણ ધર્મગુણ જ છે, તે પછી “પર” એવી લક્ષમી અને વિષયે મેળવવા વેઠતાં ઘણું ય કણની અપેક્ષાએ અહીં થોડાં પણ કષ્ટ સ્વના ધર્મગુણ માટે ન વેઠીયે? કષ્ટ વેઠીને ૦ સાગરચંદ્ર, કામદેવ, ચંદ્રાવતુંસક વગેરેએ ધર્મગુણ પાળી મહાન કલ્યાણ સાધ્યા.
(૨) ધર્મગુણના પાલનના પ્રયત્નમાં સાથે જરૂરી એ, કે હંમેશા શ્રી જિનાજ્ઞાના ગ્રાહક થવું જોઈએ, એટલે કે શ્રી જિનાગમનું રોજ અધ્યયન અને શ્રવણ કરવું જોઈએ. પ્રશ્ન થાય કે અધ્યયન કર્યા પછી શ્રવણની શી જરૂર ? તે સમજવાનું કે જે વતા-ગુણે સ્વીકાર્યો છે, એની તાવિક શ્રદ્ધા કેળવવા માટે તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી છે. એ માટે શાસ્ત્રોનું અધ્યયન–સ્વાધ્યાય કરવો (ભણવું ગુણવું) તે ધમી જીવનનું એક પ્રધાન અંગ છે. આ કરવા ઉપરાંત પણ, શ્રાવકે ભલે ધર્મગુણે–ત્રતોનાં શાસ્ત્રવિધાન જાણ્યા તો ખરા, પરંતુ શ્રાવકે વિશેષ પ્રેરણા મળે એ માટે ગુરુ પાસે જિનવાણીના ઉપદેશનું, શ્રાવકની સામાચારીનું તથા વૈરાગ્યનું શ્રવણ પણ રેજ કરવું જોઈએ. (૧) જે એ નહિ હોય તો એ