________________
૧૮૫
અર્થ અને વિવેચન –આ પ્રમાણે (૧) શક્તિથી જરાય ઓછું નહિ અને અધિકે ય નહિ, અર્થાત્ પિતાના સામર્થ્યને ગેપવ્યા વિના કે ઓળંધ્યા વિના, (૨) શા કહેલી વિધિ મુજબ, ને (૩) અત્યંત ભાવભર્યા હૃદયે પ્રબળ પ્રણિધાનથી ધર્મગુણોને સ્વીકારવા જોઈએ. એમાં સહસાકાર (વગર વિચાચે ઝંપલાવવાનું) ન કરવું. કેમકે એ રાસપણું પરિણામે ભયંકર નિવડે છે.
એ ધર્મગુણો કયા ? ૧. સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ, પ્રાણના અતિપાત (નાશ)થી અંશે વિરમવું તે, “હું નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષપણે જાણી જોઈને હણશ નહિ—એ વત. આ અંશે અહિંસાત્રત થયું, સંપૂર્ણ નહિ, કેમકે એમાં સ્થાવર છે અને અપરાધી ત્રસ જીવોની અહિંસાની વાત ન આવી. ૨. સ્થૂલ મૃષાવાદ –જૂઠને અંશે ત્યાગ. સંતાન, નોકર, ઢોર, મિલ્કત વગેરે, પાચ અંગેના મોટા જૂઠ ન બોલવાની પ્રતિજ્ઞા. ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ,–“અદત્ત” એટલે બીજાએ ન આપેલું એવાનું “આદાન” એટલે ગ્રહણએ અદત્તાદાન. એનાથી અંશે વિરામ કરવાની. અર્થાત્ દાણચેરી, ખાટાં તોલમાપ, ભેળસેળ વગેરે પાંચ અદત્તાદાનન,કરવાની પ્રતિજ્ઞા ૪ થુલ મિથુનવિરમણ અંશે મિથુનની વિરતિ. પરસ્ત્રી એટલે સ્વસ્ત્રી સિવાયની સ્ત્રી. એના ભેગને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ, અને સ્વસ્ત્રીમાં સંતોષ. ૫, થલ પરિગ્રહ–રરિમણ-ધનધાન્યાદિ પરિગ્રહનુ અમુક પરિણામ ન ઓળંઘવાનુ વ્રત,.... વગેરે વ્રતો. અર્થાત્ આ આવ્રતરૂપ સૂા. ગુણો અને દિશા-પરિમાણ, ભેગપભોગ-પરિણામ, તથા અનર્થદંડ -પ્રવૃત્તિ-વિરમણ, એ ત્રણ ગુણવ્રત, તથા સામાયિક દેશાવગાસિક, પિષધ અને અતિથિસંવિભાગના ચાર શિક્ષાત્રતરૂપી ઉત્તરગુણે, એ ધર્મગુણો સમજવા.