________________
વ્યાદિ ગુણ, દિશત અંગે ગત શાસ્ત્ર ચાને
૧૫૯ હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી છે, અર્થાત પગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી છે. વળી (૩) તે સમ્યક્ સ્વીકારવાની છે, એટલે કે તે ક્રિયામાં ઊતરે. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની હ. અનમેદનાને પાપપ્રતિઘાત અને ગુણબીજાધાનની સાધક બનાવવા માટે અનુમંદનાનો આ કે સુંદર અને સચોટ પ્રવૃત્તિકમ બતાવ્યો !
ઉન્નતિકારક સાધનાના અંગે –
અનુમોદના શું, કે કઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગ છે –
(૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાત્ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જ્વલંત સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની, શાસ્ત્રવચનની જરાય ઉપેક્ષા કરીને નહિ ?
(૨) વિશુદ્ધ અધ્યવસાય, અર્થાત્ દિલમાં નિર્મળ પવિત્ર ભાવ–ભાવના-વિચારસરણી. તથા
(૩) યથાશક્તિ સમ્યક્ કિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી પ્રવૃત્તિ દા. ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકના અનુષ્ઠાનમાં જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ
(૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દેષ-ખામી ન લાગવા દેવી
આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તો વિધિને આગ્રહ એ જિનવચન પ્રત્યેને સાપેક્ષભાવ સૂચવે