________________
૧૨૭ છે. પ્રશાંત મુનિ જરા પણ કાધ કે અરૂચિ બતાવ્યા વિના એને પ્રોત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર–આશય અર્થાત્ ચિત્તની ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વના પણ ઊકળાટ ક્યાંથી ઊભા જ થઈ શકે? જગતની કર્મ જનિત આપ–સંપની મહાન વિચિત્ર ઘટનાએ આ સાગ-ગંભીર ચિત્તને ન ડહાળી શકે, વિસ્મય ન પમાડી શકે, તુચ્છ વિચારાદિમા ન તાણ શકે; કિન્તુ ઉલટ એ ઘટનાઓ તે એવા ગંભીર ચિત્તમાં શાંતપણે સમાઈ જઈને તાત્વિક વિચારણાને વેગ આપે છે ને આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ–પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણાઓ –ગણતરીઓ જનમતી નથી
આ સાધુ ભગવંતે વળી “સાવજગ-વિરચા સાવદ્ય ચોગથી વિરામ પામેલા છે, નિવૃત્ત થયેલા છે અવધ એટલે પાપ પાપવાળી મનોવાકાય-પ્રવૃત્તિ તે સાવધ વ્યાપારીએ કરવારૂપ, કરાવવારૂપ, અને કેાઈ કરે તેમા અનુમતિરૂપ,-એમ ત્રણ પ્રકારે હોય. સાવદ્ય વ્યાપાર તે સાસારિક કથા છે; ઘર, કુટુંબ અને આરંભ પરિગ્રહની રામાયણરૂપ છે એનાથી સાધુ ભગવંતે સર્વથા ફારેગ થયેલા છે. એટલે ષટ્કય જીવના સંહારમય કે પરિગ્રહાદિના
હ-મૂઢતામય હિંસાદિ પાપ વ્યાપારો હવે નથી તે એમને સ્વયં કરવાના, કે નથી બીજ પાસે કરાવવાના, એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણા સાવદ્ય કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તે આપણે એમની પાસે કરાવવાની વાત જ ક્યાં ?