________________
૧૨૫ सूत्र:- तहा पसंतगंभीरासया, सावज्जजोगविरया पंचविहायारजाणगा, परोवयारनिरया, परमाइनिर्दसणा, झाणज्झयणस गया, विसुज्झमाणभावा साइ सरणं ।
અર્થ:- તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય ગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ–પ્રત્યાખ્યાન (ઉભય) પરિસ્સાવાળા, પરોપકારમાં અત્યંત રક્ત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાનઅધ્યયનમાં પરોવાયેલા, વિશુદધ થતા ભાવવાળા સાધુ ભગવંતે મારે શરણ છે.
-
- -
અબ
એવા એ સિદ્ધ ભગવતે શ્રેષ્ઠ મોક્ષતજ્વરૂપ છે, કેમકે (૧) જગતમાં તવ બે,–જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે વિશ્વમાં કેઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું; જ્યારે જીવ તત્ત્વ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાં સિદ્ધ–બુદ્ધ-મુક્ત
જો એ બીજા જીવો કરતા શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ–કલંકથી રહિત છે. વળી (૩) નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મેક્ષ તત્ત્વ છે, એ સધાયુ પછી કશું સાધવાનું નહિ; ને તે મોક્ષ સિધ્ધસ્વરૂપ છે. માટે ય સિધ્ધ પરમ તત્વરૂપ છે એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કોઈ તત્ત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃતાર્થ છે કે એમને મેક્ષ મળ્યા પછી કાઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમને શરીર નથી, ઇદ્રિય નથી, ભૂખ નથી, હાજત નથી, પણ જ કે વેદના નથી, ઈચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે. પ્રાપ્ત છે, સ્તુત્ય છે.