________________
૧૨૩
શ્રધ્ધાળુને જગતની ઋદ્ધિ સિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ–કલંકને દૂર કરનારા જીવે જ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે, કેમકે કર્મને અહિસા સંયમ અને તપથી સર્વનાશ કરવાનું કાર્ય જ અત્યંત કપરૂં છે. કર્મ જ્યાં ગયા, કે
પણäવાબાહી સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી ગયુ હોવાથી, શ્રી સિદ્ધ સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની ૧ઊંચીનીચી વિષમતા, સ્વરૂપ-હાનિ, વિભાવ વગેરેથી પર છે. અર્થાત્ (૧) એ શરીર, કર્મ આદિથી તદ્દન રહિત હોવાથી એમને યશ-અપયશ, માન–અપમાન, શાતાઅશાતા, ઈષ્ટ–અનિષ્ટ વગેરે વિષમતા નથી, (૨) નિજનું અનંતજ્ઞાન–સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હોઈ સ્વરૂપ-હાનિ નથી; તેમ જ (૩) રાગ-દ્વેષ–અજ્ઞાન–હાસ્ય–ભય–દીનતા-મદ-માયા–કામ ક્રોધ વગેરે વિભાવ યાને પરાધીન ભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે જાઉં છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધી જ બાધા અને વિષમતા છે નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ, તેથી બાધાથી આકુળ વ્યાકુળ થવા કરતાં કર્મથી જ આકુળવ્યાકુળ થઈ કર્મના અંતને યત્ન કરૂં વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાયાદિ–દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ
૭ “કેવલવરનાણુદંસણું ઉત્તમ કેવળ(સંપૂર્ણ જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદશી છે. કેમકે જ્ઞાન દર્શન તો આત્માને સ્વભાવ જ છે. તેથી તો એ ચેતન છે. નહિતર એનું ચતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ રેય છે, તે તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવે કેમ ન જાણે? જગતના સર્વ