________________
૧૧૦
હવે ધ્યાનમાં રાખવું, કે જે તીવ્ર સંકુલેશ એટલે કે તીવ્ર રાગદ્વેષને અનુભવ થઈ આત્માને અતિ હર્ષ_ઉદ્વેગ, રતિ–અરતિ, મદ–તૃષ્ણ વગેરે થતા હોય તો આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકુલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતો હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તો આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ.
આમાં પહેલો ઉપાય “ચાર શરણ કેવી રીતે સ્વીકારવા તે બતાવે છે. અહિં એ ખાસ સમજવાનું છે કે આ જીવે આમ તે ચાર શરણ સ્વીકારવાનો દેખાવ ઘણી વખત કર્યો હશે. કેમકે, શાસ્ત્ર જ્યારે કહે છે કે આ જીવે અનંતીવાર ધાર્મિક દ્રવ્ય-ક્રિયાઓ કરી તો પછી એમાં ચારિત્ર જેવી કષ્ટમય જીવનચર્યાએ પહોચેલા જીવે શું ચાર શરણ સ્વીકારવાની ક્રિયા નહિ કરી હેાય? કરી હશે, છતાં પાપપ્રતિઘાત થએ નહિ. એ સૂચવે છે કે સાચે શરણ–સ્વીકાર જ કર્યો નથી. આપણે સામાન્યથી એમ કહીએ કે “મારે અરિહંતનું શરણ છે, સિદ્ધનું શરણ છે, એટલા માત્રથી ઉપાયભૂત શરણને સાચો સ્વીકાર થતો નથી. ત્યારે એમાં શું કરવાનું બાકી રહે છે કે જેથી આપણે ભાવથી શરણ સ્વીકાર્યા એમ કહી શકાય?
ગ્રંથકાર જે અરિહંત પરમાત્માદિ ચારનું શરણું આપણી પાસે સ્વીકારવાવા ઈચ્છે છે, ત્યાં પતે તે અરિહંતદેવ અને સિદ્ધ ભગવાન વગેરેનાં અમુક અમુક ચોક્કસ વિશેષણે કહે છે, અને આપણે તે તે વિશેષણેની શ્રદ્ધા સાથે શરણું કરવું જોઈએ, એ સૂચિત થાય છે. હવે જે શરણું સ્વીકારવાની અભિલાષાવાળે તે તે વિશેષણની જવલંત શ્રદ્ધા નહિ કરે તો સાચું શરણું નહિ થાય. તે તે વિશેષણે એમનામાં યથાસ્થિત છે એવું શ્રધ્ધાથી ત્યારે
શું કરવાનું શરણને
શરણ