________________
૧૦૧ કારણ નથી, તેથી સંસાર થાય જ શી રીતે? વર્તમાન સંસારનું અને શરીર–ઈદ્રિય–પ્રાણ વગેરેનું કારણ પૂર્વનાં બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વ કર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે ત્યારે તે કર્મ વળી શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કમ તેથી પૂર્વનાં શરીર દ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા... આ રીતે પૂર્વ પૂર્વ કાળનો દેહ અને કર્મને વિચાર કરતાં સંસાર અને કર્મ–સંગને પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, ક્યારેક શરૂઆત તો થઈ જ હોય ને ?” આવી મનમાની કલ્પના કરવી તે યુક્તિરહિત છે; કેમકે એમ તે તે સૌથી પહેલી આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કેઈ એક કર્મસંગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળા હાઈ, જરૂર પ્રારંભવાળે છે; છતાં, એની પૂર્વે એના કારણ તરીકે બીજો એ સંસાર અને કર્મ–સંગ હતો જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતા સંસાર એ પ્રવાહથી અનાદિને સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલે છે. જેમ કેઈ પણ સમય, ઘડી, વર્ષ વગેરે કાળ ઉત્પન્ન થવાવાળે છે, છતાં આવા કાળને પ્રવાહ અનાદિથી ચાલુ છે તેવું સંસાર માટે સમજવું.
આ સંસાર દુખરૂપ, દુખફલક અને દુખાનુબંધી છે. (૧) દુઃખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુખવાળે છે એમ નહિ, પરંતુ ખુદ દુખ છે, દુઃખસ્વરૂપ છે. એમાં દેખાતું વિષયસુખ એ ય દુ ખ છે. સુખાભાસ છે; કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુઃખને