________________
નિઘણપણે ચાલતા! એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણ છેડી ગયા. પછીના ભવમાં એ ૫૦૦ રાજકુમાર થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું ! એની પીઠ પર ભાર, ઉપરાત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સોટા ખાધેલા ! ને શરીર પણ માખીઓ-જીવાતના ચટકાથી પીડાતું હતું ! પાંચસોને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારે ગુરુ અંગારમર્દક આચાર્ય હતો. અભવી હાઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ-આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે, ને સંસારમાં ભટકયા કરશે !” ધર્મસાધનાનો દુર્લભ કાળી :
કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ, તેથી મેક્ષસાધનામાં કેઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધના અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસદ્ ગ્રહમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છે. આ પુરુષાર્થ –કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જે એ ધર્મવિરોધી આજ્ઞા હોય તો એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મપુરુષાર્થ જ અબાધિત રાખવાને. કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન :
છેલ્લા અધ પુગલ પરાવર્તમાજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદે છે, ગ્રથિભેદ