________________
માધ્યસ્થભાવના
૪૮૧
શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે માયાની સક્ઝાયમા કુસુમપુરના શેઠને ઘેર ઊતરેલા બે સાધુઓ – એક તપસ્વી અને બીજા મોકળા(શિથિળ)નું દૃષ્ટાન્ન આપ્યું છે તપસ્વી સાધુ પિતાથી ઊતરતા સાધુની નિદા જ કર્યા કરે છે અને શિથિળ સાધુ તપસ્વીના ગુણ ગાય છે. આમા તપસ્વીને ભવદુસ્તર કહ્યો અને શિથિળને ખરો ત્યાગી કહ્યો આપણી ચાલુ ગાથામાં એવો તપસ્વી હોય તેને કેરડો મળે અને એવો શિથિળ હોય તે આબાના ફળ મેળવે.
અહી ચિતાની વાત કરી છે તે કેટલીક વાર નિષ્ફળ હોવા છતા ઘણી વખત મૂળમાં સારા આશયથી થયેલી હોય છે પાપી, દેવી, દુરાચારીને જોઈ ચિંતા કરવી એ એક નજરે સારી લાગે પણ નિરર્થક હોઈ નકામી છે પ્રયાસ ર્યા પછી વાત છોડી દેવાને અહી ઉદ્દેશ છે. ચિંતા કરી શક્તિને વ્યય કરવો નહિ એ સીધે ઉપદેશ છે મનની સ્થિરતા એ સાધ્ય છે.
૩. ઉપર જણાવેલી વાત અહીં જુદા આકારમાં કહે છે તદ્દન શુદ્ધ હિતબુદ્ધિથી સાચા હિતના માર્ગે લાવવાનો ઉપદેશ અથવા સલાહ તુ કેઈને આપે અને તે માણસ તે સાભળે નહિ, સાભળે તો તેને તે રુચે નહિ અને રુચે તે પણ તે પ્રમાણે વર્તવાન તારી પાસે વિચાર બતાવે નહિ – આ સર્વ બનવાજોગ છે
આવા સગોમા પણ તુ તારા મન ઉપરનો કાબૂ ખોઈ નાખ નહિ તેં સાચી સલાહ આપીને તારી ફરજ બજાવી, પણ પછી એથી આગળ જવાન તારો અધિકાર નથી. સામે મનુષ્ય તારી વાત સાભળે નહિ એટલે તારાથી તેના ઉપર કેપ કેમ થાય ? એ રીતે તુ નારી જાતને નકામી દુખી બનાવે છે. ગુસ્સે થવાથી તારુ માનસિક સુખ તુ બગાડી મૂકે છે મનની સ્થિરતા એ આત્માનું સુખ છે, ચંચળ મન એ આત્માનું દુ ખ છે તારે તારા ઉપદેશનાં પરિણામ તરફ શા માટે લેવું જોઈએ ? તુ તારા અધિકારની બહાર જાય છે એને ખ્યાલ કરજે. પ્રથમ તો તારો ઉપદેશ અમોઘ કે અપ્રતિપાતી (infallible) હોય એમ ધારવાનુ તારે કારણ નથી બીજુ, સામા પ્રાણીને વિકાસ સદગુણકમારોહમાં એટલો વધી શકે તેવો છે કે નહિ તેનુ તને જ્ઞાન નથી
સામા પ્રાણીની નિવાર પરિસ્થિતિના ઘણાં કારણો હોઈ શકે, કેટલીક વાર વય, અનુભવની કચાશ આદિ પણ કારણો હોય છે ગમે તેમ હોય પણ તારે એ સ યોગોમાં અસ્વસ્થ થઈ જવું કઈ રીતે યોગ્ય નથી
બીજુ તારે એ વિચારવાનું છે કે એવા પ્રકારને તારો સતાપ નિષ્ફળ છે. એમ ધાર કે તે સભા સમક્ષ સત્ય બોલવા પર અસરકારક ભાષણ કર્યું, છતા કોઈ સત્યવ્રત લેનાર શ્રેતામાંથી ન નીકળે તો તારે ગુસ્સે થઈ સભા છોડી ચાલ્યા જવુ એ વાત યેાગ્ય છે?
એક વ્યક્તિની પાસે તે ત્યાગનો ઉપદેશ કર્યો, તે પીગળ્યો નહિ, તો તુ તેને શું રાપ આપી શકે? તેના પર ગુસ્સે થઈ શકે ? ગુસ્સે થઈશ તો તારુ મન વળિયે ચઢી