________________
માધ્યસ્થભાવને
૪૭૯
અથવા તું પરભાવની ચિંતા કર્યા કરે છે ધન, શરીર વગેરે સર્વ પરવસ્તુઓ છે. પરસબંધી વિચારણા તે પરવિચારણા છે અને પરભાવમાં રમણ કરવું એ પણ પરરમણ છે. પર એ નિર તર પર છે, ફ્રોડ ઉપાયે પણ પર એ પિતાનુ થનાર નથી એમ જાણવા છતા આ બંને પ્રકારની પરિચિંતા” તુ કરે છે તે છેડી દે. આ વિકલ્પજાળ નિરર્થક છે, એકાગ્રતાના વિઘાતક છે અને તેને નીચે ઉતારનારા છે
તુ તારા પિતાના અધિકારી તત્વને વિચાર તું પોતે જ અસલ સ્વરૂપે તદ્દન વિકારરહિત, સચ્ચિદાનંદમય, પરબ્રહ્મસ્વરૂપ, તિર્મય, નિર જન, નિરાકાર, અનત જ્ઞાનાદિમય છે એને તું ચિ તવ દુખની બાબત એ છે કે તારી સાથે એ સ બ ધી વાત કરતા પણ જાણે એ કેઈ અપર પુરુષ હોય, જાણે કોઈ ફરનો સહેજ ઓળખાણવાળો હોય એવા શબ્દોમાં વાત કરવી પડે છે. તારી પોતાની વાત કરતા તેને કહેવું પડે કે તુ તારે વિચાર કર એ ઘણી શરમની વાત છે. એમ કહેનાર કે સાભળનારની શોભા નથી, છતાં તેને સાફ કહી દેવાની જરૂર છે કે તું તને ઓળખતે નથી, ઓળખવા પ્રયત્ન પણ કરતો નથી, એની સાથે એકાતમાં વાતો કરતું નથી, એને પરિચય કરતું નથી, એની સાથે દી સ્વરૂપ સામ્ય સાધતે નથી
વિકાર એટલે સમુદભવ ને વિરામ – ઉત્પત્તિ ને નાશ – જમે અને ઉધાર. આવા પ્રકારના વિકાર વગરનો તુ છે તુ પોતે અવિનાશી-શાશ્વત છે, પણ તે તારા સ્વરૂપને તે અનુભવ્યું, છગ્ય જાણ્યું નથી એને તુ વિચાર, એનો અભ્યાસ કરે અને એમાં મગ્ન બની જા.
જે, વાત એવી છે કે તુ સાભળીશ તો તને નવાઈ લાગશે, પણ ખરેખર સાચી વાત છે અને તે એ છે કે એક પ્રાણી મોટી મોટી વાતો કરે છે પણ સરવાળે માત્ર કેરા મેળવે છે અને બીજે મોટી વાતો કરતો નથી પણ આંબાના ફળ (કેરીઓ) મેળવે છે. આ કેયડે છે તે ઉકેલીશ તે તને ઉદાસીનભાવના સ્વરૂપને અનુભવ થશે વાત કરવી એ એક હકીકત છે અને ખરે લાભ મેળવવો એ તદ્દન જુદી જ હકીકત છે વાતો કરવાથી મોક્ષ મળી જાય તેમ હોય તો મારા-તારા જેવા ક્યારના ચે ત્યાં પહોંચી ગયા હોત ! પણ સાચી વાત કરજે, કદી મોક્ષ જવાની સાચી ઈચ્છા થઈ છે? કદી પૂર્ણ ગભીરપણે મેક્ષ જવુ જ છે એ વિચાર થયો છે ખરો ? બરાબર મનને પૂછીશ તો જવાબ મળશે કે-ખાતાપીતા મેલ મળી જાય તેવું હોય તે ભલે મળે, એવી વાત ઊડાણમાં હશે એની બે કટીઓ પૂ છુ ?
મોક્ષનાં ગાડા બ ધાતા હોય તો તેનું ભાડું ઠરાવવામાં બે ચતાણ કરે છે કે જે માગે તે આપીને તે ગાડીમાં ચઢી બેસે ?
મોક્ષમા કાઈ ખાવાપીવાનું મળવાનું નથી, ત્યાં દરોજના છાપા આવવાના નથી ત્યાં ૨ ગરાગ નથી-વગેરે સ્થિતિને વિચાર કર્યો છે ?