________________
માધ્યચ્ચ : ગેયાષ્ટક પરિચય
૧. ચાલું દુનિયાને વ્યવહારમાં જે પ્રાણીઓ અતિ નીચા ઊતરી ગયેલા હોય, જેમનુ નીતિ, કે વર્તનનું ધોરણ અસત્ય કે અપ્રામાણિકપણા પર રચાયેલ હોય, જેઓ જીવવધને શાક સમારવાની ક્રિયા સમાન ગણતા હોય, જેઓ પરધનહરણ કરી વ્યવહાર ચલાવતા હોય એવા અનેક પ્રાણીઓ તરફ સમભાવ રાખો ધર્મના માર્ગનું ઉલ્લંઘન કરનારા હોય, મતિકલ્પનાથી ધર્મની સ્થાપના કરનારા હોય, આત્માની હયાતી પણ ન સ્વીકારનારા હોય, કર્મ, પરભવ કે મોક્ષને સમજવાનો યત્ન પણ ન કરનાર હોય અને ઉપદેશ આપનારને હીચકારા, જ ગલી કે બાયલા, બબૂચક ગણતા હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવો
જેના હૃદય વિકારોથી ભરેલા હોય, સસારને ચોટી પડેલા હોય, ધન, સ્ત્રી, કુટુંબ કે વ્યાપાર સિવાય અન્ય વિચાર કરવાની જેમને ફુરસદ પણ ન હોય અને ધર્મ તરફ ઉપેક્ષા નહિ પણ તિરસ્કાર હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવો !
ક્રોધાદિ કવાય, હાસ્યાદિ નોકપાય, સ્ત્રી-પુરુષ-નેહ, દાપત્ય, નિદા, અસૂયા, ઈર્ષા, કલહ આદિ આતર વિકારોમાં મસ્ત રહેનાર, જરા પણ વિકાસની ભાવના કે લાગણી વગરના અને તિરસ્કારથી ભરેલા તરફ પણ સમભાવ રાખવો
આનુ નામ ઉદાસીનતા અથવા માધ્યશ્ય છે.
વિશાળ ઉદાસીનભાવને તુ અનુભવ. એ ઉદાસીનતાનું સુખ ઉદાર છે. સર્વ સુખમાં પ્રધાન સુખ છે તે કેવી રીતે તેનો વિચાર કર –
પ્રથમ તો એ દાસીન્ય કુશળની સાથે સમાગમ કરાવી આપનાર છે આ “કુશળ” બહુ સમજવા ગ્ય છે આપણે કુશળ–સમાચાર પૂછીએ છીએ એમા આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્તતાને સવાલ હોય છે અને ઘણુ ખરુ તો ઉપચારરૂપે હોય છે. પણ ખરુ “કુશલ તો નિત્ય સુખ થાય તે છે શાશ્વત, અવિનશ્વર સુખ એ કુશળ છે સમજુ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓ સુખપ્રાપ્તિ અને દુખનાશ માટે હોય છે અને તે સ્થાયી હોય તો જ ઈષ્ટ ગણાય છે એવું અબાધિત સુખ જ્યા મળે તેવું સ્થાન છે તેની સાથે સમાગમ કરાવી આપનાર આ દાસીન્ય છે. કષ અદરથી નીકળી જાય એટલે પરંપરાએ એ સ્થાને પહેચાય, તે કારણે એને સમાગમ કરાવી આપનાર ગણાય અને અહી પણ રાગદ્વેષની પરિણતિ ગઈ એટલે મોક્ષતુલ્ય સ્વભાવપ્રાપ્તિ થતી હોવાથી એને આ વિશે પણ યોગ્ય રીતે અપાયું છે.
બીજુ, એ ઉદાસીનતા આગમને સાર છે, સુવિહિત શાસ્ત્રોનું એ રહસ્ય છે, આગમગ્ર માથી તારવી કાઢેલ માખણ છે બહ શાસ્ત્ર થો વાચી-લખી છેવટે પર્યવસાન પામવાનું સ્થાન આ ઔદાસીન્યભાવમાં આવે છે. ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ જીવનને અને “જ્ઞાનસાર