________________
કરુણાભાવના
પ૯
કે
આ સઘળા સુખ મારા મિત્રનાં છે, તેથી તે મારા જ છે એથી જેમ પેાતાને રાજ્યલાભ ન હાય અને પેાતાના પુત્રને હાય તેા તેને પેાતાના જાણવાથી રાજ્ય ઉપરના રાગ નિવૃત્ત થાય છે, તેમ મિત્રના સુખને પણ પેાતાનુ સુખ માનવાથી રાગ અવશ્ય નિવૃત્ત થઈ જશે એમ જ્યારે માણસ પારકુ સુખ પેાતાનુ સમજશે ત્યારે ખીજાના ઐશ્વર્યને જોઇ ચિત્તમાં દાહ ન પામતાં પ્રસન્ન થશે, અને ઈર્ષ્યા પણ નિવૃત્ત થઈ જશે
એ પ્રમાણે દુખી પુરુષો ઉપર કૃપા કરીને દ્વેષ તથા પરાપકારચિકીર્ષારૂપ કાલુષ્યની નિવૃત્તિ કરવી. અર્થાત્ જ્યારે કાઇ દુખી મનુષ્ય જોવામા આવે, તા પેાતાના ચિત્તમા એ બિચારાને બહુ મોટુ કષ્ટ થતુ હશે, કેમ કે અમારા ઉપર પણ કોઈ સંકટ આવી પડે છે તે કેટલુ દુ.ખ ભાગવવુ પડે છે તે અમે જાણીએ છીએ” એવા વિચાર કરી તેનુ દુખ દૂર કરવાને યત્ન કરવા, પણ એમ ન જાણુવુ કે તેના દુ:ખ કે સુખમાં આપણે શુ પ્રયાજન છે? એમ ન ધારતા જ્યારે એવી રીતની કરુણામયી ભાવના ચિત્તમા ઉત્પન્ન થશે ત્યારે પેાતાના જેવી સઘળાના સુખની ચાહનાથી વરીનેા અભાવ થવાથી, દ્વેષ અને પરાપકારચિકીર્વા નિવૃત્ત થઈ જશે
એ પ્રમાણે જ્યારે પુણ્યાત્મા માણસ જોવામા આવે ત્યારે ચિત્તમા “અહે। । માઢુ ભાગ્ય આના માતાપિતાનુ કે જેનાથી આવા પુણ્યશાળી કુળપ્રદીપ સત્પુરુષના જન્મ થયા છે, અને તે પુણ્યશાળીને પણ ધન્યવાદ છે કે તન, મન અને ધનથી પુણ્યકાય મા પ્રવૃત્ત થયેલા છે” એવી રીતના આનદને પામે અને એવી રીતની મુદિતાભાવના ચિત્તમા ઉત્પન્ન થશે ત્યારે અસૂયારૂપી ચિત્તનેા મળ પણ અવશ્ય નિવૃત્ત થશે.
એવી રીતે પાપી પુરુષ જોવામા આવે તે પેાતાના ચિત્તમા “તે આપણુ કુત્સિત ખેલશે અને આપણુ અપમાન કરશે તેની કુટિલતાના આપણે ખલેા લેવાનુ શુ પ્રત્યેાજન છે ? તે જે ચાહે તે કરે, પેાતાના કર્તવ્યનું ફળ પાતે ભોગવશે” એવી રીતે તેના ઉપર ઉપેક્ષાની ભાવના કરવી આમ ઉપેક્ષાની ભાવનાથી અમરૂપ ચિત્તમળ નિવૃત્ત થઈ જાય છે
એ પ્રમાણે જ્યારે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી આ સઘળા કાલુષ્ય નિવૃત્ત થઈ જાય છે ત્યારે વર્ષાઋતુ પછીના જળની પેઠે ચિત્ત પણ અવશ્ય નિર્મળ થઈ જાય છે, એથી પ્રથમ, એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી ચિત્તપ્રસાદન (સ્વચ્છ ચિત્ત) કરવારૂપી ફળ પ્રાપ્ત થાય છે” અહી સદર ગ્રથને ઉતારા પૂર્ણ થાય છે આ લખાણ ઉતારા મુદ્દામ કારણસર ખાસ પ્રાસગિક જણાયાથી દાખલ કર્યા છે. એ ઉત્તારા વાચવાથી ચારે યાગભાવનાનુ સ્વરૂપ સ્પષ્ટ થઈ જશે, ચારે ભાવનાના પ્રદેશે! કેટલા સ્પષ્ટ અને નિરનિરાળા છે તેને ખ્યાલ આવશે અને પ્રત્યેકના આશય, હેતુ અને લક્ષ્ય કયા કયા છે તે સમજાશે કરુણાભાવના સાથે મૈત્રીના ખાસ ગાઢ સ ખ ધ અને એક રીતે જોઇએ તા એ ડાખી-જમણી આખ જેવી છે, આને એકી સાથે ખ્યાલ કરવા માટે આ આખા ઉતારા એક