________________
પ્રમાદભાવના
૪૦૭
1 ગુણ ઉપર રાગ થાય એટલે એની પ્રશ સા અનિવાર્ય છે. ગુણોના ધારક તરફ અસૂયા, મસર કે ઉપેક્ષા કઈ રીતે ન જ ઘટે. જે ગુણ પ્રાપ્ત કરવો હોય તે પ્રથમ તે આદર્શ મા રહે છે. ગુણવાનદાર ગુણને ઓળખાય. ગુણવાનની પ્રશંસા કરવી તે ગુણની કિંમત કરવા સરખુ છે. જેને ગુણ પ્રાપ્ત કરવા હોય તેને ગુણ અને ગુણીની પ્રશસા ખાસ કર્તવ્ય છે.
પ્રમોદભાવનામાં ઘણી અગત્યની બાબતે શીખવાની છે. તેનો મુદ્દો એક જ છે કે જ્યા આ ગુણ પ્રાણી ગુણ જુએ–જાણે ત્યાં એનું ચિત્ત હર્ષથી પ્રફુલ થઈ જાય, એ ગુણવાન ઉપર વારી જાય, એ ગુણવાનને અનેક પ્રકારે અતરથી અભિન દન આપે, એ ગુણવાનની ઉપાસના નિષ્કામ વૃત્તિઓ કરવા ઉદ્યત થઈ જાય અને એને ગુણવાનની ધૂન લાગે. * ! કેટલાક ગુણે સામાન્યતઃ હર હોય છે અને કેટલાક વધારે દૂર હોય છે. આદર્શ ગુણ દૂર હોવા છતા ખાસ પ્રાપ્ય છે. પણ તે દૂર હોવાને કારણે પ્રથમ એ જેનામાં હોય તેને ઓળખતા શીખવાની જરૂર ખાસ રહે છે. ગુણને ઓળખવા માટે ગુણવાનને અભિનદન એ પ્રમોદભાવનાને પ્રથમ નિયમ છે.
, , એ ભાવનાશીલ પ્રાણીમાં એક બીજો ગુણ પણ ખૂબ વિકાસ પામે છે અને તેનું નામ સહિષ્ણુતા (Toleraton) છે એ ગુણદષ્ટિ એટલી વિકાસ પામે છે કે એ સાધારણ વસ્તુ કે જનાવરમાં પણ ગુણ શેાધી શકે છે અને એ કોઈ વ્યક્તિ, ધર્મ કે સંસ્થા તરફ તિરસ્કાર રાખતો નથી આ ગુણથી કેટલી વિશાળતા આવે છે તે આપણે ઉપસ હારમા ખાસ
શું, પણ ભાવના પરિચયમા એ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રહે તે ઘણુ શિક્ષણીય હાઈ શરૂઆતમાં તેની તરફ ધ્યાન ખેચવુ જરૂરી ધાર્યું છે.
- પ્રમોદભાવનાને લઈને ગુણ શોધવાની વૃત્તિ જાગૃત થાય છે, એને લઈને પ્રત્યેક પ્રાણીમાથી ગુણ શોધી તેને તેટલા પૂરતું માન આપે છે. એને પિતાથી વિકાસક્રમમાં ઊતરતી કોટિના પ્રાણી તરફ પણ પ્રેમ આવે છે અને એને પ્રેમ અમર્યાદિત બની વિશ્વભાવી થઈ જાય છે. એ જનાવરોમાંથી પણ ગુણ શોધી શકે છે. એ હાથી પાસેથી ચાલતા શીખે છે, કૂતરા પાસેથી નિમકહલાલી શીખે છે, અશ્વ પાસેથી ઉદ્યોગ શીખે છે, બળદ પાસેથી શ્રમને મહિમા જાણે છે, ગધેડા પાસેથી ધીરજ શીખે છે એ નાના મેટા દરેક મનુષ્ય પાસેથી ગુણ શીખે છે. એમાં એને વય કે જાતિને બાધ આવતું નથી, એને પિતાના મેટાનાના સ્થાનને ખ્યાલ થતો નથી, એ તો વિક્રમ જેમ ઉર્વશીને સ્થાને સ્થાને શેધ હતો તેમ પ્રત્યેક જીવમાથી ગુણ શોધે અને તે મળે ત્યારે રાજી રાજી થઈ જાય. આ ત્રીજો અગત્યને મુદ્દો પ્રમોદભાવનામાં પ્રાપ્ય છે તે શોધનારને જરૂર મળે તેમ છે.
એ જ મુદ્દાના પિટાવિભાગ તરીકે એક અતિ વિશિષ્ટ તત્વ પ્રાપ્ત થાય છે તે એ છે કે સામાન્ય રીતે સ્ત્રી જાતિને અનેક રીતે તિરસ્કાર કરવાના પ્રસગો થકાર લે છે જ્યારે પ્રમોદભાવનાવાળે તેમાથી પણ અનેક ગુણે શેાધી તેની પ્રશંસા કરશે અને તેનું જીવન