________________
અષ્ટકનો અર્થ – અન્યત્વભાવના ૧ વિનય ! તારા પિતાના ઘરની સારી રીતે ભાળ કાઢ-શોધ કર (અને વિચાર કે)
આ ભવમાં તારુ શરીર, તારુ ધન, તારા છોકરા, તારા ઘર અને તારા સ બ ધીઓ પિકી દુર્ગતિમા જતા તારુ કઈ એ રક્ષણ કર્યું ? કેણુ તને રક્ષણ આપે તેવું છે તે
શોધી કાઢ ૨. આ (શરીર) તો હુ પિોતે જ છુ એટલો બધો જેની સાથે અભેદ–એકતા માનીને તું
જેનો આશ્રય કરે છે તે શરીર તે ચોક્કસ ચ ચળ છે અને તને ખેદ ઉપજાવીને છોડી
દે છે અથવા જ્યારે તારામાં શિથિલતા આવે છે ત્યારે તને તજી દે છે. ૩ તુ દરેક ભવમાં અનેક પ્રકારની ચીજો ધન આદિન સ ગ્રહ (પરિગ્રહ) કરે છે, વધારે
છે અને કુટુંબ જમાવે છે, પણ જ્યારે તુ પરભવમાં ગમન કરે છે ત્યારે તેઓ માને
એક તલને તેરમો ભાગ પણ તારી પછવાડે આવતો નથી. ૪ મમતા અને છેષમાં જેનું મૂળ છે એ પારકી વસ્તુ સાથેના પશ્ચિયના પરિણામને
તુ તજી દે અને જાતે અસ ગ થઈને અત્યના નિર્મળ થયેલ મનોહર અનુભવસુખના
રસને ભજ – સેવ. ૫ જુદા જુદા અનેક પશેમાં વચ્ચે વચ્ચે જે જે વટેમાર્ગુઓ મળે તે દરેકની સાથે પ્રતિબંધ
(દોસ્તી–સબ ધ) કોણ કરે? દરેક સગાસબધી પોતપોતાના કર્મને વશ છે તે દરેકની
સાથે તુ મમતાનુ બ ધન શા માટે કરે છે? ૬ જેનો આપણી તરફ પ્રેમ ન હોય તેને વળગતા જવામાં આવે તો તેવો પ્રેમ કરનાર
અનેક સતાપ સહન કરે છે આ પુગળનો સમૂહ (જેના ઉપર તું પ્રેમ કરી રહ્યો છે તે) તારા તરફ બિલકુલ પ્રેમ–આકર્ષણ વગરનો છે અને તે તદ્દન નકામો મમતાની
ગરમી ધારણ કરી રહ્યો છે ૭ જનો અને વિયાગ જરૂર થવાનો છે એવા સગર્સ બ ધને (પ્રથમથી જ) તજી દે
અને તું મેલ વગરની એકાગ્રતા કર. મૃગતૃષ્ણના જળg –ઝાઝવાના નીરનુ તુ ગમે તેટલુ પાન કરીશ પણ તેનાથી તેને કોઈ પણ પ્રકારે તૃપ્તિ થવાની નથી, તું તેથી
કદી ધરાવાનો નથી ૮ જેને કેઈનો આધાર કે ટેકે ન હોય તેને સહાય કરનાર જિનપતિ–તીર્થ કરદેવને તુ
ભજ. મોક્ષગતિ પ્રાપ્ત કરવાને એ સહેલું ઈલાજ છે અને તુ શાંતસુધારસ (અમૃતપાન)ને પી, કારણ કે એ રસ વ્યાધિઓને શમાવનાર છે, વમન (વૈમિટ)ને દૂર કરનાર છે અને વિનાશ વગરનો છે.