________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન આ જન્મમાં કરેલાં બધાં કર્મ આ જન્મમાં જ કેમ ફળ આપતાં નથી?
ઉત્તર ચાર પ્રકારે ફળ આપે છે.
૧. આ જન્મમાં કરેલું આ જન્મમાં જ ઉદય આવે છેઃ જેમકે–સિદ્ધ, સાધુ અગર રાજા પ્રમુખને કરેલું દાન ચા ચેરી વગેરે આ ભવમાં જ ફળે છે.
૨. આ જન્મમાં કરેલું આવતા જન્મમાં ફળ આપે છે જેમ કે–સતીનું સતીત્વ, શરાનું શૌર્ય, મુનિઓને તપસંયમ અથવા અભક્ષ્યનું ભક્ષણ, અપેયનું પાન ઈત્યાદિ.
૩. પર જન્મમાં કરેલું આ જન્મમાં ફળ આપે છે. જેમ કે એકના ઘેર પુત્ર જન્મે છે, જે સ્વયં દુખી થાય છે અને કુટુંબને પણ દુઃખી કરે છે. એકનાં ઘેર પુત્ર જન્મે છે, જે સ્વયં સુખી બને છે અને કુટુંબને પણ સુખી કરે છે વગેરે.
૪. પર-જન્મમાં કરેલું પર-જન્મમાં જ ફળે છે. જેમકે એવા ઘણું કર્મો છે કે જે દેવગતિ કે નરકગતિ પ્રાગ્ય હાય, તેથી મનુષ્યગતિમાં ફળતાં નથી. ભૂત ભવમાં ઉપાર્જન કરેલાં તેવાં કર્મ વતમાન ભવને છોડી અનાગત ભામાં જ ફળે છે. વળી શાસ્ત્રોમાં કર્મ બીજી રીતે ત્રણ પ્રકારનાં પણ કહ્યાં છે. ભુકત, ભાગ્ય અને ભૂજ્યમાન. ગ્રહણ કરેલા કાળિયા સમાન ભુક્તકર્મ છે, ગ્રહણ કરવાના કેળિયા સમાન ભાગ્યકર્મ છે અને ગ્રહણ કરાતા કેળિયા સમાન ભુજમાન કર્મ છે.