________________
આત્મા
વગેરેમાં જે ફરક જોવાય છે, તેમાં કારણ તેના પૂર્વજન્મના સંસ્કાર સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે? અહિક કારણે અસર કરે છે, પરંતુ એની પણ એકસરખી અસર થતી નથી, તેનું કારણ શું?
(૫) સંસારમાં નીતિ અને ધર્મના માર્ગે ચાલનાર પણ દુઃખી અને દરિદ્ર દેખાય છે, જ્યારે અનીતિ અને અધર્મના માર્ગ પર પ્રવર્તનાર પણ સુખી અને સંપત્તિભાન દેખાય છે. એમાં પૂર્વ જન્મ પાર્જિત વિચિત્ર કર્મોનાં વિચિત્ર પરિણામે સિવાય બીજું કારણ શું હોઈ શકે?
પ્રશ્ન પૂર્વજન્મ હોય તે તે યાદ કેમ ન આવે?
ઉત્તર વર્તમાન જિંદગીમાં જ એક અવસ્થાની ઘટના અન્ય અવસ્થામાં યાદ નથી આવતી, તે પૂર્વજન્મની વાત ક્યાં કરવી? જન્મ પદે, શરીર પટે, ઈન્દ્રિાને પટે, સ્થાનને પલ્ટ, વાતાવરણને પલ્ટ, એકસાથે સઘળે જ પલ્ટો થઈ જાય, ત્યાં જન્માંતરની વાત કયાંથી યાદ આવે ? છતાં કઈ કઈ મહાનુભાવને આજે પણ ‘પૂર્વજન્મના અમુક કૃત્ય યાદ આવે છે. છેવટમાં છેવટ પૂર્વે અનુભવેલ આહાર અને કામક્રીડા, એ તે પ્રત્યેક પ્રાણીને કેઈને પણ શીખવ્યા વિના યાદ આવે છે જ અને એ જ જીવના પુનર્જન્મને અચૂક પુરાવો છે. વર્તમાન જન્મમાં જન્મના પ્રથમ દિવસે જ થતી “આહારાભિલાષા” અને બાલ્યવયમાં જ ઢીંગલા-ઢીંગલીની મત રૂપે દેખા દેતી વિષયાભિલાષા એ કોઈને પણ