________________
સિવાય, બીજા બધા ઉપાયે ભય ભરેલા અને જોખમી છે. પુસ્તક-વાંચનથી, કહેવાતા આધુનિક કે અન્ય શિક્ષણથી કે જેના તેના સુખેથી ધર્મવિષયક વક્તવ્યોનાં શ્રવણથી ધર્મ શ્રદ્ધા વધે, એમ માનવું મિથ્યા છે. શ્રદ્ધા શ્રદ્ધાળથી જ વધે. એશ્રદ્ધાળુથી નહિ જ. • આગમના જ્ઞાતા એવા શ્રદ્ધાસંપન્ન અને ચારિત્રપાત્ર મહષિઓનાં મુખકમલ દ્વારા સદુપદેશોના શ્રવણ વિના, શ્રદ્ધાની પ્રાપ્તિ જગતમાં દુર્લભ છે. એ કારણે એવા શ્રદ્ધાળુ મહર્ષિએને શાસ્ત્રોમાં નિશ્ચળ બેટ અને સ્થિર દીપક સમાન કહેલા છે. ચારિત્રપાલનમાં ધીર હોવાથી સ્થિર દીપક સમાન છે. જેમ દી જ બીજા દીવાને સળગાવી શકે છે, તેમ સ્થિર દીપક સમાન તેવા પુરુષો જ શ્રી જિનાગમ રૂપી પ્રકાશ પાથરીને, બીજા અશ્રદ્ધાળુ અને અજ્ઞાન હૈયાઓમાં પણ, શ્રદ્ધા અને જ્ઞાનને પ્રકાશ પહોંચાડી શકે છે.
પરંતુ સર્વ કોઈને સર્વ કાળે અને સર્વ સ્થળે સ્થિર દીપક સમા સભ્ય જ્ઞાની મહર્ષિએને સત્સંગ પ્રાપ્ત થશે સુલભ નથી. તેવા આત્માઓને પણ યત્કિંચિત ઉપકાર થાય તે ખાતર, તેવા જ જ્ઞાની મહર્ષિઓનાં મુખકમળમાંથી નીકળેલાં શ્રદ્ધાપષક વચને પુરતક રૂપે પ્રચારવા એ બીજે ઉપાય છે. એવા જ એક પ્રયત્ન રૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા ઉત્પન્ન કરવાને માટે અત્યંત જરૂરી અને શ્રદ્ધા રૂપી દેહના પ્રાણસમા અગત્યના વિષયે, જેવા કે ધર્મ, આત્મા, સર્વસ, સ્યાદ્વાદ, ભક્તિ, મુક્તિ આદિનું સુગ્રાહ્ય થાય તે રીતે