________________
ધર્મ-શ્રદ્ધા
પણ સામાન્યથી વસ્તુને જાણ્યા પછી એના વિશે અનુમાનથી સમજી શકાય છે.
આથી ઉડ્ડયન કે ભજન ક્રિયામાં તારતમ્ય હોય છે, તોપણ તે ક્રિયાઓ સર્વ વિષયક પ્રકર્ષવાળી કદી હોતી નથી, એમ કહીને જેઓ સર્વ વિષયક જ્ઞાનક્રિયાને નિષેધ કરે છે, તેઓ બેટા છે એમ સિદ્ધ થાય છે કારણ કે-ઉડ્ડયનક્રિયા કે ભજનક્રિયાને જ્ઞાનક્રિયા સાથે દષ્ટાંતમાં સર્વ વિષયનું સામ્ય નથી. જ્ઞાનક્રિયા સામાન્યથી સર્વ વસ્તુ વિષયક થઈ શકે છે, જ્યારે ઉડ્ડયન કે ભોજનકિયા સામાન્યથી પણ સર્વ પ્રકર્ષવાળી સંભવતી નથી. - જ્યાં સામાન્યથી સર્વ વસ્તુનું જ્ઞાન સિદ્ધ થાય છે, ત્યાં સામગ્રી યંગે વિશેષથી પણ સર્વ વસ્તુનું જ્ઞાન અવશ્ય સિદ્ધ થાય છે કારણ કે સામાન્ય વિનાનું વિશેષ કે વિશેષ વિનાનું સામાન્ય આ જગતમાં છે જ નહિ. એક સાથે પણ ભાસે
કેટલાક કહે છે કે સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ અનંત છે, તે એકેક ચીજનું જ્ઞાન કરતાં સર્વને સર્વ ચીજનું જ્ઞાન અનંતકાળે પણ કેમ થઈ શકે? તેઓનું આ કહેવું અજ્ઞાનતાભર્યું છે. ભણેલા માણસને જેમ બધું જ્ઞાન હૃદયમાં એક સાથે ભાસે છે, તેમ સર્વજ્ઞ ભગવાનને ત્રિકાલ અને ત્રિલેક વિષયક સર્વ વસ્તુ અને તેના પર્યાનું જ્ઞાન એક સાથે ભાસે તેમાં શું આશ્ચર્ય છે?