________________
ધર્મશ્રદ્ધા.
ધર્મના સત્ય સ્વરૂપ પ્રતિપાદન કરતાં શ્રી વીતરાગનું શાસન ફરમાવે છે કે
“કેવળજ્ઞાનીઓના અવિરેાધી એવાં વચને અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જે પ્રવર્તન થાય છે તે. ધર્મ છે અને એ વચનને અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેએ જીવે છે તેઓ યથાર્થધમી છે.
પ્રક્ષo ધર્મના સ્વરૂપ સાથે મૈત્રી આદિ ચાર ભાવનાને શું સંબંધ છે?
ઉત્તર૦ ધર્મના હેતુ, સ્વરૂપ અને ફળને સમજી જે સત્ય નિષ્ઠાથી તેનું સેવન કરવાને ઈરછે છે, તેનામાં મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રાદુર્ભાવ પામ્યા સિવાય. રહેતી જ નથી. એક વસ્તુ અમૂલ્ય છે, એમ સમજાયા પછી પિતાના સ્નેહીઓને તે વસ્તુ પ્રાપ્ત થાય અગરજગતના તમામ છે તે વસ્તુ પ્રાપ્ત કરે, એવી ઈચ્છા કેને થતી નથી? જેને તે વસ્તુ પ્રાપ્ત થયેલી છે, તે. ખરેખર સુખી છે, એ ભાવ કેને પ્રગટ નથી? જેઓને તે વસ્તુ મલી નથી, તેઓ દયાને પાત્ર છે એમ. કેણ માનતું નથી? જેઓ તે વસ્તુને વિરોધ કરે છે, તેઓ ઉપેક્ષણય છે, એમ કેણ નથી સ્વીકારતું ? એ ચાર પ્રકારની વૃત્તિનું નામ જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે.
પૂર્વાપર અવિરૂદ્ધ વચનવાળાં શાસ્ત્રોએ ફરમાવેલું અનુષ્ઠાન એ કમરેગનું ઔષધ છે, ભાવગનું રસાયણ છે, સ્વર્ગ સુખનું રોપાન છે, નિર્વાણનગરનું યાન છે,