________________
૨૪
ધર્મશ્રદ્ધા
કપૂર્વાપર અવિરુદ્ધ એવા વચનેથી પ્રતિપાદન કરાયેલ મૈગ્યાદિ ભાવયુક્ત ચોક્ત જે અનુષ્ઠાન, તેને ધર્મ કહેવાય છે.
ધર્મનું આ વાસ્તવિક સ્વરૂપ છે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ગીતા, ભાગવત, કુરાન કે બાઈબલ કેઈપણ હો, પરંતુ જે તેનું કથન પૂર્વાપર વિરોધવાળું હોય, તે તેનું આચરણ ધર્મરૂપ ન જ બની શકે, એમ શ્રી જેનશાસ્ત્રો ભારપૂર્વક ફરમાવે છે. એ કારણે સત્યસ્વરૂપવાળા ધર્મના અથી આત્માઓએ સૌથી પ્રથમ પ્રયત્ન પૂર્વાપર અવિરૂદ્ધ કથનવાળા શાસ્ત્રની શોધ માટે કરવું જોઈએ, અને એવાં શાસ્ત્ર જે કઈ હોય, તેના કથન મુજબ ધર્મને આચર જોઈએ.
એ શાસ્ત્ર ધર્મના નામે જે કાંઈ અનુષ્ઠાન આચરવાનું કહે, તે મિત્રી આદિ ભાવનાઓથી સંયુક્ત જ હોય, શુદ્ધ સ્વરૂપવાળા ધર્મને ઓળખવાનું એ બીજું લક્ષણ છે. તીર્થંકર- ગણધરે દ્વારા પ્રકાશિત થયેલ શ્રી જિનક્તિ ધર્મમાં એ ઉભય પ્રકારનાં લક્ષણો ઘટે છે. તેનું આચરણ પૂર્વાપર અવિરૂદ્ધવચનવાળાં શાસ્ત્રો દ્વારા પ્રકાશિત થયેલું છે અને જગતના તમામ છ પ્રત્યે મૈત્રી આદિ ભાવનાએથી ઓતપ્રેત થયેલું છે.
જગતમાં મતમતાંતર ધર્મના ફળની બાબતમાં નથી પણ સ્વરૂપની બાબતમાં જ છે. ધર્મના ફળની બાબતમાં સમસ્ત દુનિયા લગભગ એકમત છે. દુર્ગતિમાં પડતા જેતુને