________________
ધર્મશ્રદ્ધા
વધે છે. ભેદ-પ્રભેદે પ્રત્યે સૂગ ધરાવવા માત્રથી તે મટી શકતા નથી. એને મિટાવવાની વાતે કરવી, એ માનવા સ્વભાવનું અજ્ઞાન છે. માનવ સમાજના મહાવિકાસ–મોક્ષમાં. સહાયક થવા માટે એક જ મહા ધર્મનાં અનેક અંગપ્રત્યંગેની દેશ, કાળ અને પુરુષની ભિન્ન ભિન્ન ગ્યતા. મુજબ આવશ્યકતા છે. એ પેટાદેની સહાય વડે જ કેટલાક માનવીઓ અનેક જન્માન્તરે કરી ચેકસ. મહાવિકાસ- મોક્ષની નજીક આવી પહોંચે છે, એ સત્ય સમજવાની જરૂર છે.
પ્રશ્ન ધાર્મિક લડાઈએ થવામાં મુખ્ય કારણે
કયા છે?
ઉત્તર૦ ધર્મ સંબધી વાદવિવાદ તથા ઝઘડાઓની. આવશ્યકતા નહિ હોવા છતાં, નીચેનાં કારણેએ ઝઘડાઓ. ઉપસ્થિત થયા સિવાય રહેતા પણ નથીઃ
૧–અમુક જ પરિસ્થિતિના માનવીને ઉપયોગી થઈ શકે તેવા સાધન-સગવાળો હોવા છતાં તે ધર્મ સર્વ માન માટે લાગુ કરવાની તેના અનુયાયીઓની વધારે પડતી લાલચથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે.
ધર્મનું મૂળ તત્વજ્ઞાન છે. જે ધાર્મિક આચારોની. પાછળ માનવીને સંતોષ આપી શકે તેવું તત્વજ્ઞાન નથીતે આચારે પાળવા માટે માનવી દૌર્ય ધારણ કરી શકતું નથી. સમસ્ત વિશ્વની ઘટમાળ કયી રીતે ચાલે છે?*