________________
ધર્મ-શ્રદ્ધા
નાખ્યું હોય તેવું જ ફળ ઉગી શકે છે. પણ વિપરીત બનતું નથી. બાહ્ય દુનિયામાં આ કાયદો લાગુ પડે છે એવું સૌ કોઈ સમજી શકે છે, પરંતુ માનસિક દુનિયાને પણ આ સીધે અને સાદો કાયદો તેટલે જ લાગુ પડે છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે અને તેથી જ બાહ્ય સ્થિતિને અનુસાર વિચારનો જે સુમેળ સમન્વય જોઈએ તે દેખાતું નથી.
દુ:ખ, એ ખેટા વિચારોનું પરિણામ છે અને એ દુઃખનું કાર્ય જે કઈ હોઈ શકે તે કેવળ આત્મામાં રહેલા કચરાને બાળવાનું જ છે. શુદ્ધ આત્માને કદી પણ સહન કરવાનું કે તું જ નથી. એનું માટીથી જૂદ થયા પછી અને સર્વથા શુદ્ધ થયા પછી કદી બાળવામાં આવતું નથી. તેમ સશા શુદ્ધ અને પ્રકાશિત થયેલા આત્મા પણ દુખને પામતો જ નથી,
બાહ્ય શ્રીમંતાઈ અને દરિદ્રતા ઉપરાંત આત્માની શાંતિ અગર તે અશાંતિને આધાર મન ઉપર છે. પૈસાદાર પણ ખોટા વિચારેથી આત્માની સમાધિને દૂર કરે છે, જ્યારે ગરીબ માણસ પણ શુભ વિચારેથી આત્મિક શાંતિને આમંત્રણ કરે છે. જેવી રીતિએ પૈસાને સાચે માગે વાપરવાથી માણસ શ્રીમંતાઈ અને આત્મિક શાંતિ બન્નેનો ભક્તા. બને છે, તેવી જ રીતિએ ગરીબ માણસ પોતાના દુર્ભાગ્યની બૂમો પાડવાથી ગરીબાઈ અને અશાંતિને વધારે ભાગીદાર થાય છે. આથી સમાધિ, તંદુરસ્તી અને આબાદી કે જે માણસને સુસ્થિત બનાવે છે, તેની પ્રાપ્તિને માટે બાહ્ય અને આત્યંતર સ્થિતિનું ઐકય કરવાની જરૂર છે.