________________
૧૯૬
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન. ગર્ભવાસ અને જન્મદશાનાં દુખે પ્રત્યેક જીવે અનુભવ્યા છે, છતાં તે ભૂલી કેમ જાય છે?
ઉત્તર. એ દુઃખેનું વિસ્મરણ થવાનું કારણ કાળા છે. કાળ સર્વભક્ષી છે. જન્મકાળ પછી દુનિયાની સમજણ આવે છે ત્યારે પૂર્વકાળે ભગવેલી વેદનાને ખ્યાલ જાતે રહે છે. કોઈ ખ્યાલ કરાવવા માગે તે પણ આવી શકો નથી. જેને વીંછી કરડી જાય છે, તેને એ વીંછીના ડંખની અસહ્ય વેદના તે સમયે પૂરેપૂરી અનુભવાય છે પરંતુ બે ચાર દિવસ ગયા પછી એ જ વેદનાને વિચાર કરવા છતાં, તેનું પૂરેપૂરું ભાન કે સાક્ષાત્કાર કરી શકાતું નથી. વીંછીના ડંખની વેદના ભાનપૂર્ણ દશામાં અનુભવેલી છે, જ્યારે ગર્ભવાસ અને જન્માદિની વેદના અણસમજવાળી અવસ્થામાં ભગવેલી છે. તેથી તેનું ભાન ન આવે, એ સહજ છે.
બાળક જન્મે છે ત્યારે, દાંત બહાર આવવાનાં છિદ્રો હતાં નથી, પરંતુ પૃથ્વીમાંથી અંકુ જેમ પૃથ્વી ભેદીને બહાર નીકળે છે, તેમ દાંત પણ અવાબુ ભેદીને બહાર નીકળી આવે છે. એ સમયે બાળકને કેટલી વેદના થતી હશે ? તે તેની ચિચિયારી અને રૂદન ઉપરથી માલુમ પડે છે. કુમળા અવાળું તિક્ષણ દંતધારાઓથી ભેદાય ત્યારે અસહ્ય વેદના થાય જ, એ વેદના જન્મ પછી દરેક વ્યક્તિએ બાળકરૂપે અનુભવેલી હોય છે, છતાં મેટી વચ્ચે