________________
ધર્મ ગ્રહ
પંડિતજનેએ એ ત્રણની જ પ્રશંસા કરવામાં પિતાના જીવનનું સાર્થક્ય માન્યું છે. અને એ ત્રણનીજ પ્રશંસા કરવા માટે જગતને પ્રેર્યું છે. એ ત્રણની જેટલી અધિક પ્રશંસા તેટલી જ આ જગતના જીવોનાં સુખની વૃદ્ધિ એ ત્રણ પ્રત્યે જેટલી ઉપેક્ષા તેટલી જ જગતના જીનાં દુઃખની વૃદ્ધિ. એ ત્રણને જેટલો વિરોધ કે નિન્દા, તેટલે જગતને સતવર નાશ. જગતને નાશ એટલે જગતના કલ્યાણમાર્ગને નાશ, કલ્યાણને માર્ગ નાશ થવાથી જગત માટે કેવળ અકલ્યાણનાં જ હાર ખુલ્લાં રહે છે. એવી સ્થિતિમાંથી જગતને ઉગારી લેવા માટે જ્ઞાનીઓ પ્રશંસનીય એવા સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રની. પિતાની સર્વ શક્તિ વડે વારંવાર પ્રશંસા કરવા ફરમાવે છે. ત્રીજુ અને ચોથું કર્તવ્ય. .
ત્રીજુ કર્તવ્ય-પરિહાર કરવા લાયક પરિહાર કરે તે છે અને શું કર્તવ્ય-આચરવા લાયકને આચરવું, તે છે. “આ દુનિયામાં પરિહાર કરવા લાયક શું ? અને આચરવા લાયક છું?” એને નિર્ણય પણ જ્ઞાનીપુરુષએ. જ્ઞાન દ્વારા કરી રાખે છે. કર્તવ્યાકર્તવ્યના વિષયમાં જેઓ અનતજ્ઞાનીઓના જ્ઞાન અને તે તારકનાં વચનેનું અવલંબન લેતા નથી. તેઓ તે વિષયમાં સાચા નિર્ણયને પામી શકતા નથી. કર્તાકતવ્યો નિશ્ચય જ્ઞાનના વિકાસ ઉપર અવલંબે છે. બુદ્ધિના મંદ વિકાસવાળા બાળકને રમવું એ કર્તવ્ય લાગે છે અને ભણવું, એ અકર્તી