________________
ધર્મશ્રદ્ધા
१२०
તેનો ઉત્તર એ છે કે- હંમેશાં પૂર્વસેવા મૃદુ એટલે કોમળ હોય છે. ઉત્તર સેવા જ કઠિન હોય છે. વિદ્યાસાધકને વિદ્યા સિદ્ધ થવાની અણી વખતે જેટલી તકલીફ હોય છે, તેટલી પૂર્વે હોતી નથી. તેથી હવે બાકીની કર્મસ્થિતિ અપાવવા માટે સમ્યફલ્વાદિ તીવ્ર ગુણેની અત્યંત આવશ્યકતા છે.
સમ્યફ થતાંની સાથે જીવના પરિણામ અત્યંત શુભ થઈ જાય છે. તે આત્મા સ્વભાવથી જ કર્મને વિપાક અશુભ જાણીને અપરાધી ઉપર પણ કેપ કરતે નથી. નર અને દેવના સુખને પણ ભાવથી દુઃખ માને છે અને એક પક્ષને છેડીને અન્ય કોઈ પણ વસ્તુને પ્રાર્થને નથી. અત્યંત નિવેદથી તે ચારે ગતિમા દુખે વસે છે. મમતાના વિષગથી રહિત હોવા છતાં પરલકને માર્ગ સાધી શકતા નથી, તેનું પિતે અત્યંત દુખ ધારણ કરે છે.
પ્રાણીસમૂહને ભયંકર ભવસાગરમાં દુઃખાને જોઈને શક્તિ મુજબ દ્રવ્ય અને ભાવ અતુકમ્મા કરે છે અને કાંક્ષાદિ વિશ્રોતસિકારહિતપણે જે શ્રી જિનવરેન્દ્રોએ ફરમાવ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે, એમ માને છે.
આ પ્રકારના શુભ પરિણામવાળે સમ્યગ્દષ્ટિ જીવ થોડા જ કાળમાં ભવસમુદ્રને એળગી જાય છે..