________________
- ભક્તિ
૧
પૂજા કરનારા જડ જેવા બની જાય છે, એવો આક્ષેપ કરે. છે. પરંતુ તે ખરેખર ! તેઓની–આક્ષેપ કરનારાઓની અતિશય જડદશાને જ સૂચવે છે. જડ વસ્તુઓમાં પણ રૌતન્ય પ્રગટાવવાની તાકાત હોય છે, તે તેઓના ખ્યાલમાં હતું જ નથી. સંસારી અવસ્થામાં રહેલા બની. જડતાને દૂર કરવાનું સાધન એકલું ચેતન નથી પણ ચેતના સહિત કે રહિત જડ જ છે. સંસારીઓને ચેતનની એાળખાણ પણ જડ દ્વારા જ થાય છે.
એ વાત સાચી છે કે-જડ જેમ ચૌતન્યને વિકાસ કરે છે, તેમ ચૈતન્યને નાશ પણ કરે છે. અને એટલા માટે જ જ્ઞાની પુરુષોએ ગૌતન્યને વિનાશ કરનાર જડ, સાધનાથી જેમ બને તેમ દૂર રહેવા ફરમાવ્યું છે અને રૌતન્યને વિકાસ કરનારા જડ સાધનની નિરંતર ઉપાસના કરવા ફરમાવ્યું છે. જડ એવાં શાસ્ત્રો વડે સમ્યજ્ઞાનગુણને વિકાસ થાય છે. જડ એવાં સંયમનાં ઉપકરણે-વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણદિવડે સમ્યક્રચારિત્રગુણને વિકાસથાય છે. એ જ રીતે શ્રી જિનચૈત્ય, શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાદિનાં ઉપકરણે અને દ્રવ્યના વિધિપૂર્વક ઉપયોગ વડે સમ્યગદર્શન ગુણને વિકાસ થાય છે. તેથી તે તે ગુણને સંપૂર્ણ વિકાસ ન થાય, ત્યાં સુધી તે તે. સાધનનું સેવન કરવું આવશ્યક છે.
પ્રતિપક્ષમાં ચિત્રમાં આલેખેલી જડ સી, કાષ્ટ કે પાષાણાદિમાં ઘડેલી પુતળી, વિકારપષક દ્રવ્ય, શૃંગાર