________________
૭૪
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રેખામી, એક સરખી, સુનષ્પન્ન, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે; સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને રૂડા તેમના કાન છે પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે; ચાર આંગળ જેટલું વિશાળ તેમનું લલાટ છે; કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્ર સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું ઉત્તમાંગ–મસ્તક છે; અત્યંત કાળા અને સતેજ તથા લાંબા તેમના સસ્તકના કેશ છે; બત્રીસ લક્ષણ (ચિન) જેવાં કે, દવા, રથંભ, તૂપ, દામણી, કમંડળ, કલશ, વાવ, સાથીઓ, પતાકા, જવ, કાચબા, રથ, મકરધ્વજ, અંક ૨, થાળ, અકુશ, અષ્ટાપદનું ફલક, આલિયે (૨), દેવ અથવા મયૂર, લફીને અભિષેક, તોરણ, પૃથ્વી, મહાસાગર, ઉત્તમ ભવન, ગિરિવર, અરીસ, મલપતે હાથી, વૃષભ, સિંહ અને ચામર, એ પ્રમાણે ૩૨ લક્ષણોને તેઓ શરીર પર ધારણ કરે છે, હંસ સરખી તેમની ગતિ છે; કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભપ્રિય છે, ચામડીની કરચલી, સફેદ કેશ, વ્યંગ (કુરૂપ અંગ), દુષ્ટ વર્ણ, વ્યાધિ, દુર્ભાગ્ય, શેક ઈત્યાદિથી તેઓ રહિત છે; ઉચપણે પુરૂષથી છેડી ઓછી ઉંચી છે; શૃંગાર રસના આગાર રૂપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, રૂપ, યૌવન એ ગુણે કરીને સહિત છે; નંદન વનના વિવરમાં એ અસરાની જેમ પરિભ્રમણ કરે છે; ઉત્તરકુરૂને વિષે મનુષ્ય રૂપે અસરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાચોગ્ય (એ જુગ