________________
૫૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંસર્ગ-સ્ત્રીપુરૂષના સંસર્ગથી ઉપજેલું, (૫) સેવનાધિકારઅકાર્યનુ સેવન, (૬) સંકલ્પ-વિકલ્પને હેતુ, (૭) બાધાપીડાને હેતુ, (૮) દર્પકારી (ગર્વ ઉત્પન કરનાર), (૯) મહ–અજ્ઞાનને હેતુ, (૧૦) મનમાં સંભ ઉપજાવ. નાર, (૧૧) અનિગ્રહ-ઇદ્રિને સ્વચ્છંદી બનાવનાર, (૧૨) કલેશને હેતુ, (૧૩) ગુણઘાતને હેતુ, (૧૪) વિભંગ-ગુણની વિરાધનાને હેતુ, (૧૫) વિભ્રમને હેતુ, (૧૬) અધર્મ આચરણનો હેતુ, (૧૭) શીલતું વિનાશક, (૧૮) કામગુણ અર્થાત્ શબ્દાદિને શોધનાર, (૧૯) કામસેવા, (૨૦) નેહ ચિંતાને હેતુ, (૨૧) કામગમાં મરણાંત સુધી આસક્ત રાખી અનેક મરણ નીપજાવનાર, (૨૨) વેર હેતુ, (૨૩) છાનું કર્તવ્ય, (૨૪) છુપાવવાગ્ય, (૨૫) ઘણાને મનમાન્યું, (૨૬) બ્રહ્મચર્યનું ઘાતક, (૨૭) ગુણનું ઘાતક (૨૮) ચારિત્ર્યની વિરાધના કરનાર, (૨૯) કામાસક્તિ, (૩૦) કંદર્પ ના ગુણકાર્ય રૂપ. સમુચ્ચયે અબ્રહ્યચર્યનાં એ ત્રીસ નામ કહ્યાં. અબ્રહ્મચર્ય સેવનારાઓ. - હવે અબ્રાચર્યને કેણ સેવે છે, તે કહે છે -વૈમાનિક દેવતાઓ દેવાંગનાઓ સાથે મહમુધ મતિથી તેનું સેવન કરે છે. ભુવનપતિઓ-અસુરકુમાર, નાગકુમાર સુવર્ણકુમાર, વિદ્યુત્ કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર, સ્થાનિતકુમાર એ ૧૦ તેનું સેવન કરે છે. વાણવંતરઆણપન્ની, પાણપત્ની, ઈસીવાઈ, ભૂચવાઈ, કદિમ, મહાદિમ, કુહંડ, પયંગદેવ, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ,