________________
૧૨
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વગડાને આ લગાડી નિર્દયતાથી બાળનારા, અને સૂર કર્મ કરનારા મ્લેચ્છ જાતિના લેકેઃ એ બધા આ પ્રકારની હિંસા કરે છે. હિંસક લેકેનાં જાતિ-દેશ.
આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા કયા દેશના વાસી છે ? સ દેશ, યવન દેશ, સંબર દેશ, બબર દેશ, કાય દેશ, સુરડ દેશ, ઉડ દેશ, ભડગ દેશ, ભિત્તિય દેશ, એકુણીક દેશ, કુલાક્ષ દેશ, ગોડ દેશ, સિંહલ દેશ, પારસ દેશ, ફ્રેંચ દેશ, અંધ દેશ, દ્રવિડ દેશ, ચિઠ્ઠલ દેશ, પુલિંદ દેશ, આરોસ દેશ, ડાંગ દેશ, પિકાણ દેશ, ગંધહારક દેશ, બહેલીક દેશ, જલ દેશ, રેમ દેશ, મેસ દેશ, બકુશ દેશ, મલય દેશ, ચુંબુક દેશ, ચુલિક દેશ, કુંકણુક દેશ, મેદ દેશ, પદ્વવ દેશ, માળવ દેશ, મગર દેશ, આભાષિક દેશ, અનક્ષ દેશ, ચીન દેશ, હલાસિક દેશ, ખાસ દેશ, ખાસિક દેશ, નેધર દેશ, મહા શષ્ય, સુકિ દેશ, આરબ દેશ, ડેવિલક દેશ, કુહેણ દે, કેકય દેશ, હુણ દેશ, રૂડક દેશ, મરૂગ દેશ, અને ચિલાક દેશઃ એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જળચર, સ્થળચર, નખવાળાં (સિંહાદિ, પ્રાણીઓ, સપદિ, બેચર (પક્ષીઓ), સાણસા જેવા મુખવાળાં પંખીઓ, સંસી પ્રાણીઓ, અસંજ્ઞી પ્રાણીઓ, પર્યાપ્તા જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે, તેઓ