________________
૧૦
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
(બાજઠ આદિ), પાટીયું, સાંભેલું, ખાંડણીઓ, વીણા આદિ વાદિત્ર, પટ (ઢેલ આદિ), આદ્ય (વાદિત્રને પ્રકાર), વહાણ, વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ–પાષાણનાં શિખરબંધ દહેરાં, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયાં, ઘરનાં બારસાખ, પ્રાસાદ ઉપરની ચંદ્રશાળા, વેદિકા, નીસરણ, હેલ, નગારી, ખુંટા, ગમાણુના ખુંટા, પરબ–પાણીયા, આશ્રમ, સુગંધદાયક પદાર્થો(કપુરાદિ), પુષ્પમાળા અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસવું, હળ, પાત્ર, મેટા રથ પાલખી, નાના રથ, ગાડા, યાન, તન્દ્ર નાનો રથ, ગઢના કેઠા, ગઢની અંદરને માર્ગ, બારણું, પિળ, આગળ, રોંટ, ચળી, લાક, સુસુંઢિ (એક પ્રકારનું હથીયાર), સો જણને મારે તેવું હથીયાર, તે ઉપરાંત હથીયાર અને ઘરવખરા ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજા સત્વવાળાં તથા સર્વ વિનાનાં વૃક્ષના સમૂહ ઈત્યાદિ વનસ્પ, તિકાયની હિંસા અતિમૂઢ અને દારૂણ મતિવાળાઓ ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, રતિ, અરતિ, શેકવડે, વેદ (સ્ત્રી, પુરૂષ અને નપુંસક)ને માટે, જીવિતને અર્થે, કામગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્ત કરે છે.
વળી તેઓ સ્વવશ રહેલા, પરવશ રહેલાને, પિતાને અર્થે, પરને અથે, ત્રસ પ્રાણી અને સ્થાવર એકેદ્રિયાદિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને સ્વવશ તથા પરવશ બેઉ પ્રકારે હિંસા કરે છે. તે પિતાને અગે, પૂરને અ અને પિતાને તથા પરને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વે