________________
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
કર્મ આવવાનાં પાંચ દ્વાર,
શ્રી જિનેશ્વર દેવે કર્મ આવવાનાં દ્વાર રૂપ આસવના પાંચ ભેદ કહેલ છે. એ પાંચ પ્રકારના આસવ સંસારી જીવની માસ્ક (સંસારની માફક) આદિરહિત છે, પરંતુ અનેક પ્રકારના જીવમાંના કેઈ જીવની અપેક્ષાએ તેને અંત પણ છે. તે પાંચે આસવનાં નામ આ પ્રમાણે (૧) હિંસા આસવ-અર્થાત્ એકેન્દ્રિયથી પંચેંદ્રિય પર્યન્તના જીવને ઘાત કર. (૨) મૃષા આસવ-અર્થાત અસત્ય બોલે તે. (૩) અદત્ત આસવ અર્થાત્ રજા વિના કે માલેકે આપ્યા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે તે. (૪) અબ્રહ્મ આસવ
અર્થાત્ સૈથુનસેવન કરે તે. (૫) પરિગ્રહ આસવ અથૉત. કવ્યાદિ વસ્તુને સંગ્રહ અને તે પર મમત્વ કરે છે.
આ પાંચ આસવનાં પાંચ અધ્યયન કહેલાં છે.