________________
૧૨૬
શ્રી પ્રશ્નન્યાકરણ સૂત્ર
અધ્યયન ૫ મું
અપરિગ્રહ જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હું જંબૂ! અનેક (ધપકરણને પણ) અપરિગ્રહ (મમતા રહિતતા) કરનાર, (કષાએg) સંવરણ કરનાર અને આરંભ તથા પરિગ્રહથી નિવૃત્ત થનાર સાધુ હોય. વળી સાધુ ફોધ, માન, માયા અને લેભથી નિવર્તિ. વિરતિનાં લક્ષણે.
હવે વિસ્તાર કરીને વિરતિનાં લક્ષણો દર્શાવે છે). (૧) એક પ્રકારે અસંયમ (સર્વ આસવથી ન નિવર્તવું તે). (૨) બે પ્રકારે બંધ (૧ રાગબંધ, ૨ ટ્રેષબંધ), (૩) ત્રણ પ્રકારે દંડ, ગર્વ, ગુપ્તિ અને વિરાધના.
[ ૩ દંડ:–૧ મનાદંડ, ૨ વચનદંડ, ૩ કાયદડ. ૩ ગર્વ – ૧ ઋહિ ગર્વ, ૨ રસ ગર્વ, ૩ શાતા ગર્વ. ૩ ગુણિ–૧ મનઃગુણિ, ૨ વચનગુપ્તિ, ૩ કાયગુપ્તિ. ૩ વિરાધના–૧ જ્ઞાન વિરાધના, ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના.]
(૪) ચાર પ્રકારના કષાય, ધ્યાન, સંજ્ઞા, વિકથા.
[૪ કષાય –૧ કેલ, ૨ સાન, ૩ માયા, ૪ લોભ. ૪ ધ્યાનઃ૧ આર્ત, ૨ રૌદ્ર, ૩ ધર્મ, ૪ શુકલ. ૪ સંજ્ઞા–૧ આહાર, ૨ ભય, ૩ મિથુન, ૪ પરિગ્રહ. ૪ વિકથા–૧ સ્ત્રીકથા, ૨ સત્તકથા, ૩ દશકથા, ૪ રાજકથા.]
* અહી “અને શબ્દથી જે પ્રારભ થાય છે તેને હેતુ એ છે કે બ્રહ્મચર્યયુક્ત હોવા ઉપરાંત સાધુ અપરિગ્રહ પણ કરે.