SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેમ સુધર્મા સભા (મોટી) છે, આયુષ્યમાં જેમ સાતમી સ્થિતિ (અનુત્તર વિમાનવાસી દેવતાની) મેટી છે, દાનમાં જેમ અભયદાન (ઉત્તમ) છે, કાંબળીમાં જેમ રાતા રંગની. (કીરમજી રંગની) કાંબળી (ઉત્તમ) છે, સંહનામાં જેમ વાઋષભ નારાચ સંહેનન (પ્રધાન) છે, સંસ્થાનમાં જેમ સમચતુરંસ સંસ્થાન (ઉત્તમ) છે, ધ્યાનમાં જેમ પરમ શુકલધ્યાન (ઉત્તમ) છે, જ્ઞાનમાં જેમ કેવળજ્ઞાન (પ્રધાન) છે, વેશ્યાઓમાં જેમ પરમ શુકલ લેડ્યા (પ્રધાન) છે, મુનીશ્વરમાં જેમ તીર્થકર (સર્વથી મેટા) છે, ક્ષેત્ર (વાસે) માં જેમ મહાવિદેહ ક્ષેત્ર (મોટું) છે, ગિરિવરે માં જેમ મેરૂ ગિરિ (પ્રધાન) છે, વનમાં જેમ નંદનવન (મુખ્ય) છે, વૃક્ષોમાં જેમ જબ સદર્શન નામના વૃક્ષની વિખ્યાતિ છે અને જે નામે આ જંબુદ્વીપ ઓળખાય છે, રાજાઓમાં જેમ તુરગપતિ-ગજપતિ–રથપતિ–નરપતિ સુવિખ્યાત છે, અને રથીઓમાં મહારથી (કમરિપુની સેનાને હરાવનારે) મટે છે, તેમ બ્રહ્મચર્ય (સર્વથી મે ટુ–પ્રધાન-મુખ્ય-સર્વેપરિ) વ્રત છે. એક બ્રહ્મચર્યવ્રતનું આરાધન કરનાર એ પ્રમાણેના અનેક ગુણોથી પરિપૂર્ણ થાય છે. સમ્યફ પ્રકારે પાળેલા આ વ્રતથી સર્વ વ્રત, શીલ, તપ, વિનય, સંયમ, ક્ષમા, ગુણિ, નિર્લોભતા ઈત્યાદિ પણ પળાય છે, અને તેથી ઈહલોકમાં તથા પરલોકમાં યશ, કીર્તિ તથા પ્રત્યય (“આ સાધુ જન છે” એવી પ્રતીતિ) ઉત્પન થાય છે. તેથી કરીને નિશ્ચિતપણે બ્રહ્મચર્ય પાળવું. (મન-વચન-કાયાએ કરી) સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્ય જીવનપર્યત, જ્યાં સુધી (માંસ
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy