________________
બ્રહ્મચર્ય
૧૧૫
પ્રસિદ્ધ કર્યું છે એવું આ સિદ્ધ શાસન પૂજનીય, સદુપદેશિત અને પ્રશરત છે.
અધ્યયન ૪ થું
બ્રહ્મચર્ય જંબૂ સ્વામી પ્રત્યે સુધમાં સ્વામી કહે છે કે, હું જબૂ! હવે હું બ્રહ્મચર્ય વિષે ચોથું અધ્યયન સંભળાવું છું. બ્રહ્મચર્યનું સ્વરૂપ,
બ્રહ્મચર્ય ઉત્તમ તય, નિયમ (પિંડવિશુદ્ધિ આદિ ઉત્તર ગુણ, જ્ઞાન-દર્શન–ચારિત્ર્ય, સમ્યકત્વ તથા વિનયના મૂળ કારણ રૂપ છે; યમ (અહિંસાદિ)-નિયમ (પિંડ વિશુદ્ધિ આદિ) પ્રધાન ગુણથી યુક્ત છે; હિમવંત પર્વત થકી મહાન તેજવંત (વ્રત) છે; પ્રશસ્ત, ગંભીર અને સ્થિર અંતઃકરણથી યુક્ત છે; આર્જવ (સરલતા) યુક્ત સાધુજનોએ આચરેલું છે; મોક્ષમાર્ગ રૂપ છે; વિશુદ્ધ સિદ્ધિ ગતિના સ્થાન રૂપ છે; શાશ્વત અવ્યાબાધ (આબાધ ૨હિતતા) છે, પુનર્ભવ નહિ કરાવનારૂં છે, પ્રશસ્ત છે, (રાગાદિના અભાવે કરી) સૌમ્ય છે, સુખ રૂપ છે, શિવ છે, અચળ છે, અક્ષયકર છે, ચતિવએ પાળેલું છે, સુચરિત (શાભનાનુષ્ઠાન) રૂપ છે, સુસાધિત–સુટું પ્રકારે પ્રતિ પાદિત કરેલું છે. મુનિવરોએ, મહાપુરૂએ, ધીર-શૂરવીર મનુષ્યોએ, ધાર્મિક મનુષ્યએ પૃતિમાએ સદા (બધી