________________
સત્ય વચન
અધ્યયન ૨ જું
સત્ય વચન જંબૂ સ્વામી પ્રત્યે સુધર્મા સ્વામી કહે છે કે, હે જંબૂ ! હવે હું સત્ય વચન વિષે બીજું અધ્યયન સંભળાવું છું. સત્ય વચનને પ્રભાવ.
સત્ય વચન નિર્દોષ, મહાપવિત્ર, મોક્ષના હેતુરૂપ, સુજાત, સુભાષિત, સુવ્રતરૂપ, સુકથિત, સુદષ્ટ (અતીન્દ્રિય દષ્ટિવાળાઓએ રૂદ્ધ પેરે જેએલ), સુપ્રતિષ્ઠિત (બધા પ્રમાણોથી પ્રતિપાદિત), સુપ્રતિષ્ઠિત ચશયુક્ત, સુસંયમિત વચનથી ઉચ્ચરાયતું, ઉત્તમ દેવ-નરવૃષભ-પ્રધાન પુરૂષ-બળવંત જન-સુવિહિત જ વડે બહુમાન્ય, પરમ સાધુજનોને ધર્માચરણ રૂપ, તપ નિયમને આદર્યા રૂપ, સુગતિનો માર્ગ દર્શાવનાર અને લેકમાં ઉત્તમ વ્રત છે. વિદ્યાધરની ગગનગામી વિદ્યાનું સાધન, વર્ગને માર્ગ દર્શાવનાર અને સિદ્ધિને માર્ગ દર્શાવનાર સત્ય વચન છે. વળી સત્ય વચન ઋજુ ભાવયુક્ત–સરલ છે, અકુટિલ-અવક છે, પ્રજનાથે કરીને વિશુદ્ધ નિર્દોષ) છે, ઉદ્યોત કરનાર છે અને સર્વ ભાવના જીવલોકને પ્રકાશિત કરનાર છે. અવિસંવાદી, યથાર્થ, અને મધુર એવું સત્ય વચન પ્રત્યક્ષ દૈવત તુલ્ય અને આશ્ચર્યકારક છે. ઘણી વાર વિપરીત અવસ્થામાં આવી પડેલા મનુષ્ય સત્યે કરીને મહાસમુદ્રની મધ્યે નિરાબાધ રહે છે, બૂડતા નથી. (સમુદ્રમાં) ભૂલા પડેલા