________________
અહિંસા
વાસણ ખરડાયેલું હોય અને તે વડેજ ભાજન પદાર્થ આપે તે લે એ કલ્પ ધરનારા, ઉપાશ્રયથી નજીકજ આહાર મળે તે લેનારા, શુદ્ધ એષણીય–શંકાદિ દેષરહિત આહાર લેનારા, (દાતિની) સંખ્યા પ્રમાણે આહાર વિહરનારા, દેખાતા સ્થાનેથી લાવેલે આહાર લેનારા, જેને પૂર્વે જે ન હોય તે માણસ આહાર આપે તો લેનારા, “આ ભજન આપને કલપે?” એ પ્રમાણે) પૂછીને આહાર આપે તે લેનારા, સદા આયંબિલ કરનારા, સદા પુરિમઠું કરનારા, સદા, એકાશન કરનારા, નિવિ (મેટા તપને પારણે વિગય રહિત આહારનું તપ) કરનારા, કટકા કરીને પાત્રમાં નાખે તે આહાર લેનારા, પરિમિત આહાર લેનારા (મર્યાદિત કરેલી સંખ્યા જેટલાં ઘર, કેળીયા કે દ્રવ્યને જ આહાર લે), વાલ-ચણું વગેરેને બાકી વધેલો આહાર લેનારા, (બધા જમી રહ્યા પછીને) પ્રાંત આહાર લેનારા,( હિંગ મરચાં વિરહિત) અરસ આહાર લેનારા, રસહિત આહાર લેનારા, તુચ્છ-અલ્પ આહાર લેનારા, લુખો આહાર લેનારા, અન્તાહાર-પ્રાંતાહાર-લૂખો આહાર-તુચ્છ આહાર લઈને જીવનારા, ઉપશાન્ત આજીવિકા ચલાવનારા, પ્રશાન્ત (સૌમ્યઅંતવૃત્તિની અપેક્ષાએ) આજીવિકા ચલાવનારા, બહિરંગ વૃત્તિએ દોષરહિત આજીવિકા ચલાવનારા, દૂધમધ-ઘીથી રહિત આહાર લેનારા, સઘ-માંસના ત્યાગી, કાઉસગ્નને આસને બેસનારા, ભિક્ષુની બાર પડિમા પાળનારા, ઉત્કટુક ઉકડુ) આસને બેસી રહેનારા, વીરાસને બેસી રહેનારા, પયંકાસને બેસનારા, દંડાસને બેસનારા, લગુડાસ-સ્થિર