________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અજ્ઞાનરૂપી અંધકારમાં મગ્ન થાય છે. મહામહનીય (ચારિત્ર મોહનીય)થી મૂછિત થએલી મતિવાળા એ છે લેભને વશ થઈ રહેવાથી મહા અજ્ઞાનના અંધકાર રૂપ બસ-સ્થાવર-સૂમ–બાદર-પ્રર્યાપ્ત-અપર્યાપ્ત એવા જીવનિકાયમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. એવા પરિગ્રહને કુળવિપાક આ લેકમાં અને પરલોકમાં અલ્પ સુખ અને બહુ દુઃખ રૂપ છે. તે મહાભયનું કારણ છે, કર્મ રૂપી રજને ગાઢ રીતે ઉત્પન્ન કરે છે તે દારૂણ છે, કઠેર છે, અશાતાકારક છે અને હજારો વર્ષ સુધી ભેગવ્યા સિવાય ન છુટાય તેવું કામ છે. એ પ્રમાણે સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાત્મા વીતરાગ મહાવીર સ્વામીએ પરિગ્રહને ફળ વિપાક કહ્યું છે. એ પ્રમાણે આવકારનું પાંચમું અધ્યયન પરિગ્રહના ફળવિપાક વિષેનું સંપૂર્ણ થયું. આસુલ કારને ઉપસંહાર
એ પ્રમાણે પાંચ આસ કર્મરૂપી રજથી જીવને સલિન કરે છે, અને સમયે સમયે જીવને ચાર ગતિના કારણ રૂપ સંસારમાં રખડાવે છે. જે અનંત અધર્મયુક્ત અને અકૃતપુણ્ય છ ધર્મને સાંભળતા નથી અને સાંભળીને પ્રમાદ કરે છે, તેઓ સર્વ ગતિમાં ભટકે છે. બહુ પ્રકારે ઉપદેશ પામ્યા છતાં મિથ્યાષ્ટિ અને બુદ્ધિહીન અને નિકાચિત કર્મથી બંધાયેલા મનુષ્ય ધર્મને સાંભળ્યા છતાં આચરે નહિ. સર્વ દુઃખોને અંત લાવનારાં, ગુણમાં મધુર એવાં જિનવચન રૂપી આપ આપ્યા છતાં જેઓ તે પીવાને