________________
જ છે ? તેમ કુમારને કહીને પાછી કુંવરીને કહેવા લાગી કે હે વત્સ ! તમારા વિના તમારી માતા ભેજન કરતાં નથી, માટે જલદી ચાલે. એમ કહીને તે પુખસુંદરીને કેવલ શરીરથી ઘેર તેડી લાવી, પર તુ તેને જીવ છે તે પૂર્ણ ચંદ્રમા જ ભરાઈ રહ્યો. કારણ કે ઘેર આવી તેણે ભજન પણ બરાબર કર્યું નહી ત્યારે તેની માતાએ સખીઓને પૂછયું કે આ રૂપસુંદરી આમ વિકલમનવાથી કેમ થઈ ગઈ છે? ત્યારે સખીઓએ ઉદ્યાનગત સર્વવાર્તા કહી દેખાડી, પછી તે રાણીએ તેના મનની વિશ્રામભૂ એવી એક પ્રિય વદા નામે સખી હતી તેને કુવરીની આશ્વાસના કરવા માટે મેકલી તે પણ કુવરી પાસે જઈને આ પ્રમાણે કહેવા લાગી કે હે પ્રિયસખિ ! ચદ્રની એક કલાથી મનુષ્યમાત્રને શાતિ થાય છે, તે તને ચોદથી પણ કેમ સુખ નથી થતુ ? અર્થાત્ અન્યક્તિથી કહે છે, કે તમને પૂર્ણ યદ્રકુમાર મળે, તે પણ શાતિ કેમ થતી નથી ? તે કહે, ત્યારે પુષસુ દરીએ કહ્યું કે મારું મન જેમ ચેગિણીના ગે ભ્રમિત થાય, તેમ થઈ ગયું છે, માટે તું મારા મનની અધિષ્ઠાયિકા સખી છે, તેથી કાંઈક ઉપાય કહે, કે જેણે કરી મારા મનને નિવૃત્તિ થાય ? તે સાભળીને પ્રિયંવદા સખી કહેવા લાગી કે, જે મે વૃત્તાત સાંભળ્યું છે, તે હું કહું છું, તે સાભળે. આપણને જે સમયે પિતાજીએ વસ ત જેવા જવાની રજા આપી, અને ત્યાં વલી પાછા પૂર્ણચંદ્રકુમાર આગ્રા, તેમાં તો એક સુખદાયક વૃત્તાત બન્યું છે, તે સાભળે ગઈ કાલે સવારે તમારા પિતા વિશાલ જે છે, તે તેની બહેન પ્રિયંગુમરી પાસે આવીને કહેવા લાગ્યો કે હે બહેન ! આ તમારો પૂર્ણચદ્રકુમાર અને મારી પુષ્પસુ દરી એ બન્નેને વિવાર્ડ જે થાય, તે ઘણુ જ ચગ્ય થાય, મુકુટને મણિથી જડીએ અને જેમ શેભા આપે, તેમ તે બનેના લગ્ન શેભે ૨ પર તુ એક મેટુ દુખ છે, કે એ બન્નેને પરસ્પર રાગવિકાર કાંઈ જ દેખાતું નથી અને તેની પાસે જે તેના વિવાહની વાત આપણે કરીએ છીએ તે તેને તે વાત પણ બિલકુલ ચતી નથી. હા, વિનોદ, કે 2 ગારકેલી તેને ગમતી નથી. તેમ કેની કામ ક્રોડાથી તે પ્રસન્ન થતા નથી તથા શ્રી ગારરસમાં પણ રાજી થતા નથી, એટલું જ નડિ પર તુ તે સામી શૃંગારની નિંદા કરે છે. માટે છે બહેન તે બને જણની પરસ્પર પ્રીતિ વિના આપણું ઈરછાથી જે વિવાહ કરીએ તે તે, પછી થમા શલ્યની પેઠે ખટક્યા જ કરે ? વલી કદાચિત્ બન્નેની સરખી પ્રકૃતિ છે, માટે બનેને પરસ્પર પ્રેમ થાય પણ ખરો, તેથી મારે મત તો એમ છે, કે આપણે તેને પરસ્પર મુખદર્શન કરાવીએ ? આવા વચન પિતાના ભાઈ વિશાલસામતનાં વચન સાંભળી તેની બેન કહેવા લાગી કે હે ભાઈ ! તમારું એવું નામ વિશાલ છે, તેવી બુદ્ધિ પણ વિશાલ જ છે, અર્થાત્ જેવું તમારું નામ છે, તેવા જ તમારામાં ગુણ પણ દીઠામાં આવે છે, હે સખિ ! એમ કહીને પછી તમારા પિતાએ તમને તથા પ્રિયંગુમ જરીએ તેમના પુત્ર પૂર્ણ ચંદ્રને પરિવાર સહિત વસ તત્રતુની શોભા જેવાના મિષે ઉપવનમાં મોકલ્યાં હતાં, તેથી તમારી બને જણની પરસ્પર મનવૃત્તિને જાણે લીધી, તેમાં ધારેલા મનોરથ