________________
હીન જાતીઓવાળા જે મુખે હોય તે ગમન કરવાને ઈ છે પણ તમારા સખા કુળવંત પુરુષને એવું અકાર્ય પાપ ઈચ્છવું ન જોઈએ. જેમ પ્રબળ વાયુથી પ્રારંભ પામેલ સમુદ્ર ગણ મર્યાદા ન મૂકે. હે રાજન ! જે ધર્મમાર્ગેજ પ્રવર્તે તે રાજાને રાજદ્રષિ કહ્યા છે
ને જે રાજા અન્યાય કરે, અધર્મ માગે વર્તે, તે રાજા નહિ. પરંતુ તેને તે રાક્ષસ કહેવાય રાજને પિતાના દેશની પ્રજા જે છે, તે તેને પુત્ર સમાન છે, તે પુર પુત્રી ઉપર ન્યાયવંત રાજએ કામરાગ ક ન ઘટે. તારા અંતઃપુરમાં કુલવ તી એવી ઘણું રાજ્ય પુત્રી છે, તે મારાથી પણ અધિક પવતી છે, તે તું મારા સરખી હીન ની ઇચ્છા કરતે શું લાજતે નથી? જેણે પરવારીને સંગ કીધે તે ધર્મરૂપી વૃક્ષના મુવમાં અગ્નિ મુકે છે એમ જાણજે. એવાં વચન બુદ્ધિસુંદરીએ રાજાને યુક્તિસહિત કહ્યાં, પણ તે મુઢબુદ્ધિ કામી રાજાના ચિત્તમાએ ન ઉતયાં ? ત્યારે બુદ્ધિસુંદરીયે રાજાને અતિકામી જાણી, શિચલના રક્ષણ માટે બુદ્ધિપૂર્વક વિચારી કહે છે કે રાજન મારી એ પ્રાર્થના છે કે, તમારા ચિત્તમાં તમે મારા ઉપર ભેગાભિલાષને નિશ્ચય કીધે. તે છમાસ સુધી મારે બ્રહ્મચર્યને નિયમ છે, ત્યાર પછી તમારૂં હું સાંભળીશ. ત્યારે તે સ્ત્રી સાથે માઈપણું "રાખીએ તેજ વશીકરણનું મુલ છે, એવું જણી રાજાએ અનિચ્છાએ તેનું વચન માંગ્યું.
ત્યારે બુદ્ધિસુંદરી રાજાને પ્રતિબંધવાને ઉપાય હૃદયમાં ચિંતવતી હતી. એક વખતે પિતાની બુદ્ધિથી અડદના લોટથી કાંઈ કરવાનું વિચાર્યું અને તે દાસી પાસે લેટ મગાવી તેનું પૂતળું કરી પિતાને સરખું રુપ નિપજાવ્યું તે પ્રતિબિંબ રાજાને દેખાડીને બુદ્ધિસુંદરીએ રાજાને કહ્યું, હે સ્વામી, હું એવી છું કે નહિ ? રાજા પણ પ્રતિબિંબ જોઈ એની કલાની ચતુરાઈ દેખી ઘણું રીઝયો. અહે! શરીરને વિષે એને વર્ણની રચના કેટલી સુંદર છે. એ પ્રતિમા તારા જેવી છે. અથવા એ તુજ સાક્ષાત્ હેયની શુ ? એવી દેખાય છે તે સાંભળી બુદ્ધિસુંદરી કહે છે, હે રાજા ! તમે સાભળો, એ પ્રતિમા મારાથી અવિકી છે, એ મતનમય કામરૂપ છે, અને હું તે મદનરહિત છું. એમ કહી રાજાના મુખ આગળ તે મદનમય મૂર્તિ મૂકી. ત્યારે રાજાએ રીશ કરીને તેને એક લાત મારી એટલે તે પ્રતિ બિંબને શીવ ભ ગ થયું. તે સમયે તેના પેટમાં વિષ્ઠા પ્રમુખથી ખરાબ પુલ જે ભર્યા હતાં તે નીકળ્યાં. તે જોઈને રાજાએ કહ્યું, એ બાલકને પણ નિંદવા ચગ્ય એવી એ ચેષ્ટા તે શા માટે કીધી છે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું, એ મારું પ્રતિબિંબ મેં મારી ઈચ્છાથી નીપજાવ્યું છે. એ નારી મારા જેવી છે અથવા હું એથી હીણ છું એના શરીર કરતા મારા શરીરમાં ઘણું દુર્ગધ છે. આ શરીર અશુચિમાંથી ઉપજયુ છે. ત્યાર પછી અશુચી રસેકરીનેજ વધ્યું છે. તેથી અશુચિ પુદ્ગલું ભર્યું છે. અશુચિ કાયાવાળી એવી પરનારીમાં સંગ તમને ન શોભે, અથવા અન્યાયથી કરી પરસ્ત્રીને સગ જે કરશે, તેને નરકમાં અગ્નિથી ધખધખતી જવાલાને મૂતી એવી લેઢાની પુતલીના આલિંગન સહેવા પડશે.