________________
વિતાલિક હર્ષવંત થઈ પ્રભુને વંદન કરીને આહાર વહેરાવીને મનમાં હર્ષ પામે તે સમયે આકાશમાં દેવદંદુભિ વાગી, “હે દાનંદાન” એવા શબ્દ થયા, બદિજને બિરદાવલિ બોલતા હતા, નર અમર સ્તુતિ કરતા હતા. એ પ્રત્યક્ષ સુપાત્ર દામને મહિમા દેખીને તે નતાલિક ત્યાં સમકિતધારી થયે, અનુક્રમે તે સુપાત્રદાને ધન વાપરી, શુભધ્યાનમા કાલ કરી, પ્રથમ દેવલેકે દેવતા થયે. ત્યાં દેવાંગનાની સાથે ઘણુ દેવતા સંબંધી લેગ ભોગવી ત્યાંથી ચ્યવી તે જીવ તારા નગરને વિષે વ્યવહારીયાને પુત્ર, વિનયંધર કુમાર મહાપર્વત, પુણ્યવંત થશે તે સુપાત્ર દાનના ફલથી વિનયવંત, ચશવંત, કિર્તિવંત, સર્વ કક્ષાએ કુશળ ઇ.
હવે તે શેઠની સ્ત્રીઓના પૂર્વભવ કહે છે. હે રાજન ! એના એ ભરતક્ષેત્રને વિષે સર્વ લક્ષ્મીનું સ્થાનક સાકેત પુરનામે નગર છે. ત્યા શત્રુનો ક્ષયકારી એ નરકેસરી' રાજ હતું, તે રાજાને વલ્લભ પ્રિય, કમલસુંદરી નામે રાણી હતી. તેને રર્તિ ઉપજાવનારી એ રતિસુંદરી નામે પુત્રી હતી. તે રાજાને બુદ્ધિવંત, લક્ષ્મીવંત, વિદ્યાવંત, ઘણે વલ્લભ એ શ્રીદત્ત નામને પ્રધાન તથા સુમિત્ર નામે શ્રેષ્ઠી અને સુષ નામે પુરોહિત હતા એ ત્રણે રાજાના મિત્ર છે. તે પિતાની મર્યાદા ક્યારે પણ મૂકે નઠી. તેમને લમણ, લક્ષ્મી, અને લલિતા, અનુક્રમે સ્ત્રીઓ હતી તે ત્રણે સ્ત્રીઓને બુદ્ધિસુ દરી, કૃદ્ધિસુંદરી અને ગુણસુંદરી એ ત્રણનામે ત્રણ પુત્રીઓ હતી. તેમજ ચોથી રતિસુંદરી ન મે રાજાની પુત્રી હતી. એ ચારે લેખક શાળામાં સાથે ભણે છે. તે ભણતા થકા સર્વ કલામાં કુશલ થઈ બુદ્ધિસુંદરી આદિ ત્રણ કન્યાઓને રાજ પુત્રી સાથે પ્રેમ બંધાણે. તે ચારે યૌવનાવસ્થા પામી. એ ચારેના મન એક સરખા હતા, જાણે ચારે પુત્રી દેવકની દેવીએ ન હોય અને સરખા વિચારવાળી ચારે પુત્રીઓ હતી એવી પ્રીતિ તેને માટે માંહે થઈ .
એકદા અદ્ધિસુંદરીને ઘેર નિકલંક, નિર્દોષા, સૌમ્ય મૂર્તિ, એક ગુરુશ્રી નામે સાધ્વી ઝ' આહાર અર્થે આવ્યા તે સમયે બીજી સખીઓએ પૂછયું, એ શુદ્ધ વેષની ધરનારી બાઈ કોણ છે? ત્યારે તે વાણીયાની બેટી કહે છે, હે સખીઓ એ સર્વ સાવી માહે શિરેમણિ એવી શ્વેતાંબરી સાધ્વી છે બાયપાથી એમણે શીયલવત નિલકપટપણે પાળ્યું, તેથી અમારા ગુરુ પણ એમને માન આપે છે. માટે એમને જે દેખે તે નર ધન્ય, જે તેમની ભક્તિ કરી નમસ્કાર કરે તે પણ ધન્ય, એમનાં મુખની વાણું સાંભળે તે પણ ધન્ય, ત્રાદ્ધિસુંદરીએ એવું કહ્યું. તે સાંભળી તે બીજી સખી પણ આનંદ પામીને તે સાત્રિીને વાઢતી હતી તે સમયે તે સાધ્વીએ તે ચારે કન્યાઓને સાક્ષાત્ સાકર સમાન મીઠી એવી ધર્મદેશનાદીધી. - ધર્મદેશનાના પ્રભાવે તે ચારે સ્ત્રીઓના આત્મા સમક્તિ પામ્યા, તેમાં વળી- શીયલ , ધનની વાત જણાવી શિયળને પ્રભાવ બતલાવ્યું, તે શીયલધર્મની વાત સાંભળી ચારે જણ હર્ષિત થયા, કે આજે આપણે આત્મિક આનંદ પ્રાપ્ત કર્યો. અને શીયલેવલ સ્વીકારવા તયાર થઈ ગયા, ત્યારબાદ તે ચારેજણા જૈનવર્મને બહુમાનપૂર્વક આદરે છે.