________________
૮૦
તમારું અત્યંત કમલ અંગ છે, તે છતાં તે સંયમધર્મને તમે કેમ પાળી શકશો? કારણ કે તે સંયમમાં તે જેમ શિરપર પર્વતના ભારને સહન કરવું પડે, તેમ નિરંતર મેટા વતરુપ પર્વતને ભાર સહન કરે પડશે, તથા તેમાં ઘણા પરિસહ અને ઉપ સહન કરવા પડશે, તે તેને તમે સુકુમાર અંગેથી કેમ સહન કરી શકશો ? અને હે વત્સ! તમને હું કેટલુંક કર્યું, પરંતુ ચારિત્રાચરણ જે છે, તે તમારા જેવાને દુષ્કરજ છે, તે તે માટે આ મને ડર ગૃહસ્થાશ્રમમાં રહીને જ જિનધર્મનું યથાશાસ્ત્ર આચરણ કરે.
તે સાંભળી વળી ગુણસાગર કુમાર બે, કે હે અંબ! આ દીક્ષાનાં દુઃખથી પણ જેની સંખ્યા નથી એવાં ઉગ્ર એવી વૈતરણીમાં પડવાનાં, કૂટશાલ્મલીવૃક્ષનાં, તપ્તવાળુકામાં તપવાના, કુંભિપાકમાં પડવાના, શૂલીઆરોપણનાં, કરવતથી વિટારણું થવાનાં, બરછી, તરવાર, કટાર તેથી છેદવાનાં, તરવાર સરખા પત્ર છે જેના એવા વૃક્ષના પત્રથી છેદાવાનાં, કુતરાં, ઢીકપક્ષી પ્રમુખ ફાડી ખાનારા જાનવરોથી દુઃખી થવાનાં દુઃખે, મેં ઘણુંજ નરકાવાસમાં ભેગવ્યાં છે. તેમજ વળી નિર્યચનિના ભવમાં ગાડા સાથે જોડવાનાં, હળ વહન કરીને તેને ખેંચવાનાં, ભારાપણનાં, તેમાં પણ વળી પણ, સઈજેવી લેઢાની આર, લાકડી પ્રમુખના “માર તેના, તથા ભૂખ, તૃષા, ટાઢ, તડકે, પરવશપણું, એ વગેરેનાં અનંત દુઃખે મેં ભોગવ્યાં છે. તેમજ વળી મનુષ્યના ભવમાં જરાનાં, જન્મના, ગનાં, શેકનાં, અનિષ્ટના સંગથી અને ઇષ્ટના વિયોગનાં, શરીરને વિષે રેગ પ્રમુખના, એવાં મેં ઘણાંજ દુઃખે ભેગાવ્યાં છે, તે હવે તે સર્વ દુબે સ ભાળીને સુખને માટે હાલ હું આ " યતિધર્મને કેમ ન આદરું? આવાં વચન સાંભળી માતાએ જાણ્યું જે આ પુત્રને સંસારપર - તીવ્ર વૈરાગ્ય થયે છે, તેથી તેને સંયમ લેવાને દ્રઢ નિશ્ચય છે માટે તે આપણું કંઈ પણ કહ્યું માનશે નહિં? તેથી જે ફેગટ ફાંફાં મારવાં તે વ્યર્થ છે. એમ જાણીને રુદન કરતી એવી તેની માતા તે ગુણસાગરકુમારનાં બને ચણ ગ્રહને મેટા શબ્દથી કહેવા લાગી કે હે વત્સ! તમે સંયમ લેવાના દઢ નિશ્ચયવાન થયા છે, તે પણ જેને તમારી સાથે સંબંધ કર્યો છે, તે મનેહરા એવી આઠે કન્યાઓનું તમે પાણગ્રહણ કરી નિઃસવ એવી જે હું, ને મારા હૃદયને જરા અવલંબન આપે, અને હે પુત્ર! જ્યારે હું તમને પરણેલા જોઉં ત્યારે જ હું કૃતાર્થ થઈ એમ જાણું, અને મારા મનને નિવૃત્તિ પણ ત્યારે જ થાય. વળી બીજી શું થાય કે તે તમને પણેલી જે એ આઠ સ્ત્રીઓ હોય, તે મને આધાર થાય. તે સાભળી કુમાર કહે છે કે
* હું અંબ! તમે મારે માનનીય છે, તેથી તે તમારું વચન માની તે આઠે કન્યાઓને હું' વરીશ, પરંતુ વર્યા પછી તુરત હું દીક્ષા લઈશ, તેમાં ? " મને બિલકુલ અવધ કરશે નહિં. અને વળી હે જનનિ જેનું મારે પાણિગ્રહણ કરવું
છે, તે કન્યાઓના પ્રત્યેક પિતાને કહેવરાવે કે, આ અમારે ગુણસાગર પુત્ર, તમારી