________________
૭૩
શ્રેષ્ઠ છે, તેથી તેમને કોઈ ધર્મની પ્રાપ્તિ થવી દુર્લભ નથી. જેના હૃદયમાં ધર્માસ્તિકવ * હોય છે, તેની સકુલ લાભ વગેરે સર્વસામગ્રી સફલ થાય છે, અને તેને મેક્ષ પણ સુલભ " થાય છે. તે માટે તે સ્ત્રીઓ ! આપણે સર્વે, જીંદગી પય ત ધર્મસાધનના અવસરને
એટલે ગુરુ સામગ્રીને પામીએ ત્યા સુધી સંતુષ્ટ, સત્યવકતા, દયામાં તથા નમસ્કારમાં તત્પર ધર્મનિષ્ઠ થઈને સંસારમાજ રહીએ, કબૂલ કર્યું અને તે સર્વે ધર્મતત્પર થઈ ધર્મ આરાધના કરે છે.
' હવે આ બનેલી હકીકત ત્યાં બેઠેલા વિણ બટુકે આવી કુમારના પિતા હરિસિંહ રાજાને કહી દીધી. તે જાણીને તે રાજા ચિંત્તવવા લાગ્યા કે અરે ! આ મારા પૃથ્વીચંદ્ર કુમારને સ્ત્રીઓ પણ વશ કરી શકી નહિં. અને તે સ્ત્રીઓ ઉલટી તેનાથી બેધ પામો. માટે હવે તે મારે શું કરવું ? પણ હા, એક બીજો ઉપાય છે ખરો. તે શું તેં કે તેને
આ મારા સમગ્ર રાજ્યની જનામાં નાખું, તે તેને તે રાજ્યખટપટ કરવી પડે, તેથી , તેમાં વ્યગ્રચિત થવાથી તે ધર્મને ત્યાગ કરે? એમ વિચારીને તે હરિસિંહ રાજાએ * કુમારની સ્ત્રીઓ સર્વ ધ પામી તેને તથા તે કુમાર રાજ્યગાદી પર બેસાડવાને વિચાર
પિતાની પદ્માવતી સ્ત્રીને કહી. ત્યાં તો તે સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિનાથ ! આજ રાત્રિને વિષે મને સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં મેં એવું દીઠ કે જાણે હર્ષિત થયેલા દેવે આપણે પૃથ્વીચંદ્ર કુમારને મડામહત્સવથી રાજ્યસન પર બેસાડે તેવામાં તે ક્રાંતિથી ભરપુર અને પ્રકાશમાન એ તે કુમાર, ત્યાંથી ઉઠીને એક પ્રસાદપર બેઠે, ત્યાંથી વળી પછે તે કુમારને તે દેવે તેજ સિંહાસન પર બેસાડે તેવામાં તે હું જાગી ગઈ. તે સાંભળી રાજાએ વિચાર્યું જે પૃથ્વીચદ્ર કુમારને રાજગાદી પર બેસાડવાને માટે વિચાર
તે છે, તેમાં વળી રાણીને આવું સ્વપ્ન આવ્યું, તેથી હાલ કુમારને ગાદી પર બેસાડવાથી * તેને પ્રૌઢ પ્રતાપ થશે. તે માટે તેને સાપ્રતજ રાજ્યાસનારુઢ કરે. એમ જ્યાં વિચાર - કરે છે, ત્યાં તે પ્રતિદિનની રીત પ્રમાણે કુમાર, પ્રાતઃકાળમાં પિતાનું સર્વ ધર્મ કૃત્ય કરીને
પિતાના પિતાને પાદચંદન માટે ત્યાં પિતા પાસે આવ્યા. ત્યારે પ્રસન્ન થયેલા પિતાએ આસન આપ્યું, તેથી તે તેની પર બેઠે. ત્યારે તેને તેને પિતા આદર સહિત કહેવા લાગ્યું કે હે વત્સ ! અમારે તમારા જેવા સપુત્ર છે, તેથી અમે ભાગ્યવાન ગણાઈએ છીએ, કારણ કે ઉંબરાના વૃક્ષને જેમ પુષ્પ દુર્લભ હોય છે. તેમ અમારા પ્રાચીન પુણ્યના ચાગથી તારા જે પુત્ર અમને ઉપલબ્ધ થયે છે. હે પુત્ર ! સાગર જેમ ચંદ્રમાને જોઈને આનંદ પામે છે, તેમ ચંદ્રમા સમાન ઉજજવલ એવા તમને જોઈને સમુદ્રની જેમ અમે આનંદ પામીએ છીએ. પરંતુ હે નંદન ! અમને વિશેષ અને વચનાતીત હર્ષ તે ક્યારે
થાય કે જ્યારે મેઘાડ બર છત્ર અને શ્વેતચામથી સુશોભિત તથા મનહર અને પ્રૌઢ છે , એવા હાથી પર બેઠેલા સર્વ સેવકેથી વિ ટેલા અને અટ્ટાલિકા પર ચડેલી એવી પુર જનની ' પૃ. ૩૫ .