________________
પંચોદવ્ય વાગતે હાથણું જ્યાં જાય છે, તેની સાથે સર્વ કઈ ચાલ્યા. ત્યારે તે હાથણી ઉદ્યાનમાં આવી તે જ્યા પ્રિયતી રાણી આમ્રવૃક્ષની નીચે પોતાના કુસુમાયુધ પુત્રને ઑળામાં લઈને બેઠી હતી, ત્યા આવી. અને તે હાથણીએ તે કુસુમાયુધકુમાર પર કલશ ઢે. તે જોઈને પ્રસન્ન થયેલા એવા તે બે ભાઈઓએ પુત્ર સહિત તે રાણીને પ્રણામ કરી હસ્તી ઉપર બેસાડી અને તે મા દીકરાને વાજતે ગાજતે પિતાના ગામમાં તેડી લાવ્યા. અને કહેવા લાગ્યા કે હે માત ! આ અમારા રાજ્યને તમે સ્વીકારે. કારણ કે આ હાથણીએ જળને ભલે કળશ, આ તમારા મેળામાં સૂતેલા પુત્ર પર ઢળ્યો છે. અને અમારે એ ઠરાવ છે, કે જેની પર હાથણી કળશ ઢળે, તેનેજ આ રાજ્ય આપવું. માટે આ શજ્ય હવે તમારા પુત્રનું જ છે અને અમે બન્ને ભાઈ તે હવે દીક્ષા લઈ સંયમવત આદરશું? તે સાભળી પ્રિયમતી રાણી બેલી કે હે ભાઈ?'હં તે અબલા છું અને આ મારે પુત્ર ઘણોજ બાળક છે, તે માટે હાલ તો તમો જેમ રાજકાર્ય ચલાવે છે, તેમ ચલાવે. હવે વાસવદત્તનું શું થયું ? તે કહે છે કે તે રાણી તો પુસહિત ત્યાં ગઈ, અને તે બહાર કામે ગયેલે વાસવદત્ત સાર્થવાહ ઉદ્યાનમાં આવ્યું, ત્યાં તેને માલુમ પડ્યું કે પિતાની સાથે ચંપાનગરીએ આવતી એવી તે પ્રિયતી રાણીના પુત્રને આ ગામની રાજગાદી મળી, અને તે રાણીને તથા તેના પુત્રને આ ગામના શ્રીસુંદર રાજ વગેરે હસ્તી પર બેસાડી પચદિવ્ય શબ્દ વાજાં વાજતે ગામમાં તેડી ગયા છે તે સાંભળી વાસવદત્ત સાર્થવાહ એકદમ શ્રીસુંદર રાજા પાસે આવી કહેવા લાગ્યો, કે હે રાજન ? આપે હાલ જેના પુત્રને રાજ્યગાદી આપી, તે, ચંપાપુરીના જયનામે રાજાની પટ્ટરાણું છે, કલિંગ દેશાધિપતિની પુત્રી છે, તથા તેનું પ્રિયમતી એવું નામ છે તે કઈ એક મદભાગ્યોદયથી ફરતી ફરતી અમારા શ્રીપુરગામમાં મારા મિત્ર ધનંજય શ્રેષ્ઠીને ત્યાં રહી હતી, અને તેને તે ધનંજ્ય શ્રેષ્ઠીએ પિતાની પુત્રી કરતાં પણ વધારે રાખી હતી. હવે તેને, તેના પુત્ર સહિત ચ પાપુરીએ પહોંચાડવા માટે મને તે શ્રેષ્ઠીએ ઘણીજ ભલામણ કરી એપી છે. માટે તે મને સેપે, કે જેથી હું તેને ચંપાપુરીમાં લઈ જઈ તેના સ્વામીને સેંડું? જેથી મને કઈ પણ રીતને ઠપકે ન મલે ?' અને હે રાજન! તમે શું આ કલિંગાધિપતિની ‘-પ્રિયમતી પુત્રીને નથી ઓળખતા? એવાં વચન સાંભળો અત્યંત હર્ષાયમાન થઈ તે બન્ને ભાઈઓ સસ જમા થઈ રાણીને કહેવા લાગ્યા કે અરે હા, ત્યારે તે તમે અમારી માસી થાઓ છે. અહે! આ તે ઘણું જ સારું થયું, જે આ અમારા માસીયાઈ ભાઈને અમારું રાજ્ય ગયું , એમ કહીને તે બંને જણ રાણીના પગમાં પડી ગયા, અને પછી તે શ્રીસુ દર રાજા વાસવદત્ત સાર્થવાહને કહેવા લાગ્યો, કે હે ભાઈ ! હવે તો સ્વસ્થ રીતે ચ પાપુરી તરફ જાઓ અને આ અમારી માસીની તથા અમારા માસીયાઈ 'ભાઈની કંઈ પણ ફિકર રાખશે નહીં. વળી તમે આ સર્વ વાત ચંપાપુરીના જય રાજાને કહે છે. એ સાંભળીને સાર્થવાહે જાણું જે હવે આપણને કોઈ ઠપકો મળે તેમ નથી, કારણ કે આ રાણી શ્રીસુ દર ની માસી થાય છે ! એમ વિચારી તે પ્રિયમતી રાણીની રજા