________________
(દસમે સગ) દશમસર્ગશ્ય બાલાવબોધ: પ્રારભૂતે - ' અર્થ - ઉત્તમ એવા પુણ્યરૂપ પીયુષને જતી તથા ચારચરણને ધારણકરનાર જાણે કામધેનુજ હેય નહિં? એવી જે અરિહ ત ભગવાનની વાણીરૂપ ગાય, તે નિરંતર જયવંતી વ. જેમ કામધેનુને ચાર ચરણ છે, તેમ અરિહંત ભગવાનની વાણું રૂપ ગાથાને પણ ચાર ચરણ છે, અહી ગ્રંથકાર કહે છે, કે કનકેશ્વજ રાજા, વિજયવિમાનમાં અઢારમાંભવે અહમિંદ્ર થયે, અને ત્યાંથી રવીને કયાં અવતર્યો? હવે સંપત્તિઓથી સ્થળ સ્થળને વિષે સુશોભિત છે ઉદેશે જેના અને સર્વ કલેશ વર્જિત, એ એક અભંગ નામે દેશ છે. જેમાં ઘરે છે તે મેટા ગામ જેવાં છે અને ગામ છે તે નગરસમાન છે, અને નગર છે, તે સુરપુર સમાન છે, તે દેશમાં રિપુ એવા રાજાઓ પણ જે કંપાયમાન ન થાય, અને લક્ષાવિધિ દ્રવ્યવાન, બુદ્ધિમાન અને વિવેકવાન એવા જનેએ જેમાં નિવાસ કર્યો છે એવી ચંપાપુરી નામે નગર છે. તે નગરમાં જય એવા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાની વિકસિતકમલ સમાન લોચનવાળી, સુધાસમાન વચન બેલનારી, અને સુવર્ણસદશ દેહવાલી એવી પ્રિયમતી નામે પટ્ટરાણું છે. તેવી મનહર સ્ત્રીની સાથે ભેગ ભેગવતા તે રાજાને એક લાખ વર્ષ શણુદ્ધ સમાન ચાલ્યાં ગયાં. - હવે વિજયવિમાનમાં અહનિંદ્ર થયેલે એ તે કનકધ્વજ રાજાને જીવ ત્યાથી ઍવી પૂર્વોક્ત પ્રિયમતી નામે પરાણીના ઉદરને વિષે આવ્યો. જ્યારે તે ગર્ભમા આવે, ત્યારે રાણુને એક સ્વપ્ન આવ્યું. તે સ્વપ્નમાં તેણે શું દીઠું ? તે કે જાણે પતે રાજાના સિહાસન પર બેઠી હોય, અને પિતાને જ પિતાના સ્વામી જય રાજાએ જાણે મણિજડિત મુકુટ પહે' હોય તેમ દીઠું. ત્યાં તે પ્રભાતકાલ થવાથી પ્રતિદિનના રીવાજ પ્રમાણે માગધ કલેકેએ ઓવી, મનહર શબ્દથી માંગલ્ય કરવા માંડયું તે સાભળી અત્યંત પ્રમોદ પામેલી રાણ, શધ્યાથી ઉઠીને પિતાના સ્વામી પાસે આવી. અને તે સ્વપ્નની વાત કહી આપી. તે સાંભળી રાજાએ કહ્યું કે હે પ્રિયે ! આ સ્વપ્નથી તમામ પૃથિવીને વિષે પ્રસિદ્ધ અને રાજાધિરાજે એવા નામને ધારણ કરનારે, મનેશ એક પુત્ર પ્રગટ થશે એમ કહીને પછી કે તે દિવસે રાજાએ પિતાની રાજસભામાં આવી વિદ્વાન એવા સ્વપ્ન પાઠકને બોલાવ્યા. અને - તેનું પૂજન કરીને તેને સ્વપ્નની વાત પૂછી ત્યારે તે સ્વપ્ન પાઠકે એ પણ જે, સ્વનિફર રાજાએ કહ્યું હતું, તેજ કહ્યું તે સાભળીને રાણી અત્યંત પ્રસન્ન થઈ, અને પ્રશસ્ત એવા પિતાના ગર્ભનું સંરક્ષણ કરવા લાગી. હવે તે ગર્ભ જ્યારે પાચ માસને થયે, ત્યારે તે ગર્ભના પ્રભાવથી પ્રિયમતી રાણીને સત્યના તથા યતિના પૂજનના દેહુદ ઉત્પન્ન થયા. એટલે તે રાણના મનમાં એવી ઈચ્છા થઈ કે હુ ચૈત્યમાં જઈ જાણે પ્રતિમાનું પૂજન કરું, ધર્મની પ્રભાવના કરું, સુપાત્રને દાન આપુ, સ્વામિવાત્સલ કરુ ? પછી તે દેહદની